Aapnu Gujarat
ગુજરાત

સાવલી તાલુકા પંચાયતની ૨૨-વાંકાનેર બેઠકની પેટા ચૂંટણી તા.૧૧ જુને યોજાશે

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની આઠ નગરપાલિકાઓ, જિલ્‍લા પંચાયત તેમજ ૩૨ તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ જુન-૧૭માં યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેથી પેટા ચૂંટણી હેઠળના વિસ્‍તારમાં તા.૧૫મી મે,૨૦૧૭ થી આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. વડોદરા જિલ્‍લાના સાવલી તાલુકા પંચાયતની ૨૨-વાંકાનેર બેઠકની પેટા ચૂંટણી તા.૧૧-૦૬-૨૦૧૭ને રવિવારના રોજ સવારે ૮.૦૦ થી ૫.૦૦ કલાક દરમિયાન યોજાશે. જે અંગેનું જાહેરનામું તા.૨૨-૦૫-૨૦૧૭ના રોજ પ્રસિધ્‍ધ થશે. ઉમેદવારીપત્રો તા.૨૭-૦૫-૨૦૧૭ સુધી રજૂ કરી શકાશે. તા.૨૯-૦૫-૨૦૧૭ના રોજ ઉમેદાવારીપત્રોની ચકાસણી થશે. જયારે તા.૩૦-૦૫-૨૦૧૭ ના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.  તા.૧૩-૦૬-૨૦૧૭ના રોજ મતગણતરી યોજાશે. એમ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

ઓખીની અસર હેઠળ ગુજરાતના ૭૪ તાલુકામાં વરસાદ નોંધાયો

aapnugujarat

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું અભિયાન શરૂ કર્યું

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જનારા પ્રવાસીથી ૧૯ કરોડની આવક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1