Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ-આરએસએસના નેતાઓને લાલુની ધમકી, ‘ખુરશી પરથી ઉખાડી ફેંકીશ, મને ડરાવવાની જરૂર નથી’

આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ભાજપ અને આરએસએસના નેતાઓને પડકાર ફેંક્યો છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે ભાજપ અને આરએસએસના નેતાઓ સાંભળી લે, હું તમને દિલ્હીમાં તમારી ખુરશીથી ઉતારીને નીચે પછાડીશ, પછી ભલે મારી સ્થિતિ ગમે તે હોય. મને ડરાવવાની જરૂર નથી. લાલુએ કહ્યું કે ભાજપ અને આરએસએસ મારી સાથે દુશ્મની કાઢી રહ્યાં રહ્યાં, જે તેમણે ભોગવવી પડશે. તેઓ મારી અને મારી પાર્ટીની છબી ખરાબ કરી રહ્યાં છે.
નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કરતા લાલુએ કહ્યું કે મોદી સરકારનું જો આ જ વલણ રહ્યું તો તે ૫ વર્ષ પણ પૂરા કરી શકશે નહીં. લાલુએ વધુમાં કહ્યું કે ૨૭ ઓગસ્ટના રોજ પટણાના ગાંધી મેદાનમાં એક વિશાળ રેલી થશે જેમાં એક જ વિચારધારાના નેતાઓ હાજર રહેશે અને આગળની રણનીતિ નક્કી કરશે.અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લાલુપ્રસાદ વચ્ચે ૧૭ મી મેના રોજ સવારે ફોન પર ૧૦ મિનિટ વાતચીત થઈ હતી. લાલુએ સોનિયાને ફોન કરીને પટનાનાં ગાંધી મેદાનમાં યોજાનાર ભાજપવિરોધી રેલીમાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો. લાલુએ ફોનમાં સોનિયાને કહ્યું કે જો આપણે સંગઠિત નહીં થઈએ તો ખતમ થઈ જઈશું. આરજેડી એવું ઇચ્છે છે કે તમામ વિપક્ષો ભાજપ વિરુદ્ધ સંગઠિત થાય. લાલુએ સોનિયાને ૨૭ ઓગસ્ટે રેલીમાં જરૂર હાજર રહેવા આગ્રહ કર્યો છે. હું એક સમાન વિચારસરણી ધરાવતા પક્ષોને એક મંચ પર લાવવા પ્રયાસ કરી રહ્યો છું. લાલુપ્રસાદે રાહુલ ગાંધીને નહીં મોકલતા એવું સીધેસીધું નથી કહ્યું પણ પ્રિયંકાને આમંત્રણ આપીને આડકતરી રીતે રાહુલ ગાંધીનો છેદ ઉડાડયો છે. આ અગાઉ લાલુપ્રસાદે ૨૦૧૯માં રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર પ્રોજેક્ટ કરવાનો આઈડિયા ફગાવ્યો હતો.૧૬મી મેના રોજ આવકવેરા વિભાગે લાલુપ્રાસદ અને તેમના પરિવાર વિરુદ્ધ કથિત બેનામી સંપત્તિ મામલે દિલ્હી અને ગુરુગ્રામમાં ૨૨ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. ગત ૪૦ દિવસોથી ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી લાલુપ્રસાદના પરિવારવાળા પર બેનામી સંપત્તિ ભેગી કરવાને લઈને સતત નવા ખુલાસા કરતા રહ્યાં છે. ત્યારબાદ તેમણે ભાજપ અને ભાજપ સમર્થિત મીડિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપમાં એટલી હિંમત નથી કે લાલુનો અવાજ દબાવી શકે.

Related posts

पूर्वोत्तर में बाढ़ राहत के २३५० करोड़ के पैकेज की घोषणा

aapnugujarat

અધિકારીઓની બદલી મુદ્દે મમતાના આક્ષેપો ખોટા છે : ચૂંટણી પંચ

aapnugujarat

જજોના વિવાદ મુદ્દે મીડિયા પર રોક લગાવવા સુપ્રીમનો ઈનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1