Aapnu Gujarat
ગુજરાત

૧ જૂને રાજપીપલા ખાતે ઇન્ટરલીકીંગ “મેગા રોજગાર ભરતી મેળો” યોજાશે

જિલ્લા રોજગાર કચેરી, નર્મદા દ્વારા આયોજિત ઇન્ટરલીકીંગ મેગા રોજગાર ભરતી મેળો તા. ૦૧/૦૬/૨૦૧૭ ના રોજ સવારે ૯=૦૦ કલાકે આનંદ ભવન, છોટુભાઇ પુરાણી સંકુલ, રાજપીપલા ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નર્મદાના ઉપક્રમે જિલ્લા/રાજ્યના ખાનગી એકમોમાં વિવિધ જગ્યાઓ ઉપર નિમણૂંક આપવા સારૂ ખાસ “મેગા જોબફેર” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લાના લાયકાત ધરાવતા તમામ રોજગાર વાંચ્છુ ઉમેદવારોને તેમના શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલમાં) સાથે ઉક્ત તારીખ, સમય અને સ્થળ ઉપર સ્વખર્ચે ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યાં છે.

તદ્અનુસાર તા. ૧ લી જૂનના રોજ રાજપીપલા ખાતે વિવિધ ઔદ્યોગિક એકમના નોકરીદાતાઓની સંસ્થામાં ડેટા એન્ટ્રી ઓપરેટર, સિક્યુરીટી ગાર્ડ, ઓપરેટર/વર્કર, ટ્રેઇની, કસ્ટમર સર્વિસ, પેકીંગ (બહેનો માટે), મશીન ઓપરેટર, માર્કેટીંગ એક્ઝીક્યુટીવ, ક્વોલીટી ઓફીસર, લેબર, હેલ્પર, ક્યુ.એ.ક્યુ.સી.કંટ્રોલ, એડવાઇઝર જેવી વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૨૫, ૧૯ થી ૨૫, ૧૮ થી ૩૦, ૧૮ થી ૩૨ અને ૧૮ થી ૩૫ ની વયજૂથ ધરાવતા તેમજ ધોરણ- ૧૨ પાસ, ધો. ૧૦ પાસ, ધો.૮ પાસ કે તેથી વધુ ITI, ધો. ૧૦,  ૧૨ પાસ કે તેથી વધુ, ધો. ૧૦ પાસ તથા ITI, ધો. ૮ પાસ કે તેથી વધુ, ધોરણ- ૧૦, ૧૨, અને ગ્રેજ્યુએટ, બી.એસ.સી. (કેમીસ્ટ્રી), ધો. ૧૦ પાસ કે તેથી વધુ, ધો. ૧૦ પાસ તથા ITI અને ધો. ૧૨ પાસ કે તેથી વધુ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને આ મેગા રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, નર્મદા (રાજપીપલા) તરફથી જણાવાયું છે.

Related posts

બિલિયા ગામમાં લીંબચ માતાના રથનું ભવ્ય સ્વાગત

aapnugujarat

પ્રશાંત મારા સપોર્ટમાં જ રહેશે : નરેશ પટેલ

aapnugujarat

હિન્દુ દેવી-દેવતાઓના બિભત્સ ચિત્રો દોરનાર ચંદ્રમોહને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ સળગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1