Aapnu Gujarat
ગુજરાત

પ્રશાંત મારા સપોર્ટમાં જ રહેશે : નરેશ પટેલ

રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી અને બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઈ હતી. આ સમયે નરેશ પટેલે કહ્યું હતું કે હું શું કરું, રાજકારણમાં જાેડાવ? ત્યારે ખોડલધામના ગુજરાતના કન્વીનરો એક સૂર સાથે બોલ્યા હતા કે હા… તમારે રાજકારણમાં આવવું જાેઈએ.
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જાેઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
ખોડલધામમાં આજે નરેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે માર્ગદર્શન માગ્યું હતું.
એમાં કન્વીનરોએ રાજકારણમાં જાેડાવવાની સંમતિ આપી હતી. આગામી દિવસોમાં તાલુકાના સક્રિય કન્વીનરોની બેઠક મળશે, જેમાં પણ નરેશ પટેલ રાજકીય પ્રવેશ અંગે કન્વીનરોનાં મંતવ્યો જાણશે.
ટ્રસ્ટીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર મારા મિત્ર છે. ગઇકાલનો તેનો ર્નિણય અંગત ર્નિણય છે. કોંગ્રેસમાં નહીં જાેડાઈ એવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હંમેશાં રહેશે. હું રાજકારણમાં જાેડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. સરવે પૂર્ણ થયો નથી, પરંતુ એ પૂર્ણતાના આરે છે. અત્યારસુધી સરવેમાં વડીલો મારી ચિંતા કરે છે કે રાજકારણમાં ન જાેડાવ, પરંતુ યુવાનો ઈચ્છે છે કે હું રાજકારણમાં જાેડાવ. આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો ર્નિણય જાહેર કરીશ, હવે જાજાે સમય નહીં લઉં.
ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જાેડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.

Related posts

રીઢા ઢોરમાલિકોને પાસા હેઠળ જેલની સજા કરવાની વિચારણા

aapnugujarat

સિદ્ધપુરમાં સિદ્ધયોગી પૂનમનાથજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ

aapnugujarat

ભાવનગર માંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1