Aapnu Gujarat
ગુજરાત

હિન્દુ દેવી-દેવતાઓના બિભત્સ ચિત્રો દોરનાર ચંદ્રમોહને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ સળગાવી

વડોદરા સ્થિત એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસને આજે સાંજે ભૂતપૂર્વ વિવાદિત વિદ્યાર્થી ચંદ્રમોહને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા સમગ્ર ઓફિસ ભડકે બળી હતી અને ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ચંદ્રમોહનની અટકાયત કરી છે. વર્ષ ૨૦૦૭માં વડોદરા સ્થિત એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આટ્‌ર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચંદ્રમોહને હિન્દુ દેવી દેવતાઓના બીભત્સ ચિત્રો દોર્યા હતાં. જેના પર મોટો વિવાદ સર્જાયો હતો. જ્યાર બાદથી ચંદ્રમોહનને તેની ડિગ્રી આપવામાં આવી ન હતી. તેથી ચંદ્રમોહન ડિગ્રી મેળવવા યુનિવર્સિટીના ધક્કા ખાતો હતો. જે ક્રમમાં આજે પણ સાંજે ૫ વાગ્યા આસપાસ ચંદ્રમોહન યુનિવર્સિટીની હેડ ઓફિસ બાઇક લઇને આવ્યો હતો. તેના હાથમાં પાણી પીવાની એક બોટલ હતી જેમાં પેટ્રોલ ભરેલુ હતું અને તે તેણે યુનિવર્સિટીના વેઇટિંગ લોન્જ, પ્રો. વીસીની ચેમ્બર અને વી.સી. ચેમ્બર બહાર છાંટી આગ ચાંપી દીધી હતી. જેથી સમગ્ર ઓફિસ ભડકે બળી હતી. છેલ્લા ૧૧ વર્ષથી વિવાદિત પૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહને લગાવેલી આગને કારણે ઓફિસમાં હાજર સ્ટાફ આગમાં અટવાઇ ગયો હતો અને તેને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે પોલિસ પણ દોડી આવી હતી અને યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગ લગાવનાર ચંદ્રમોહનની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

બોડકદેવમાં તંત્ર દ્વારા સીલ કરાયેલ દુકાનો ખોલી દેવાઈ

aapnugujarat

મિડિયામાં રહેવા માટે કોંગ્રેસી નેતાઓના પ્રયાસો છે : વાઘાણી

aapnugujarat

આણંદ જિલ્લાના ધર્મજમાં ૧૨ મેના રોજ ફેરમતદાન થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1