Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલાની સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાંનવા સત્રથી પ્રવેશ મેળવવા માટે વાલીઓ સંપર્ક સાધે

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ – સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત અને નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે કાર્યરત સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાં ધોરણ ૧ થી ૮ ના વર્ગો ચાલે છે, જેમાં ફક્ત ૬ થી ૧૪ વર્ષના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં સરકારશ્રી તરફથી રહેવા, જમવા, તબીબી સેવા તથા સ્કુલ યુનિફોર્મ તેમજ શિક્ષણમાં વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સ્પીચની તાલીમ આપવા સહિતની અદ્યતન સુવિધા સંસ્થાના નવા મકાનમાં પુરી પાડવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ પગભર થઇ શકે તે હેતુથી તેમને કોમ્પ્યુટર શિક્ષણ અને ઉદ્યોગમાં શિવણકામ, ભરતકામ, સુથારીકામ, ચિત્રકામ જેવાં વિષયો શિખવવામાં આવે છે. તા.૦૫/૬/૨૦૧૭ થી નવું સત્ર શરૂ થનાર હોઇ, વિનામૂલ્યે ઉપર મુજબની અદ્યતન સુવિધાઓ પુરી પાડતી આ સંસ્થામાં બહેરા-મુંગા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે તેમના વાલીઓને આચાર્યશ્રી, બહેરા-મુંગા શાળા, મહાવિદ્યાલય રોડ, રાજપીપલા, જિ.નર્મદાના સરનામે સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

હાર્દિકનું હળવું વલણ : કોંગીને ૬ઠ્ઠી સુધીનું આપેલું અલ્ટિમેટમ

aapnugujarat

વિદ્યાર્થીનીને ઉઠબેસ કરાવવા મામલે લલીતા ગ્રીન લોન સ્કૂલના ટ્રસ્ટી વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

२६ जनवरी के दिन १ लाख ब्राह्मणों की गांधीआश्रम से गांधीनगर तक लेकर ब्रह्मकूच : ब्रह्म विकास आयोग बनाने की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1