Aapnu Gujarat
રમતગમત

તેંડુલકર અને દ્રવિડ બંન્નેને મેચ વિનર ગણવાથી શોએબનો ઈન્કાર

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી સચિન તેંડુલકરની બેટિંગને સમગ્ર દુનિયાના લોકો વખાણે છે. તેમણે પોતાના કરિયરમાં ઘણા શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જેની બરાબરી કરવા દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ ખુબ જ મહેનત કરી રહ્યા છે પણ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. ત્યા જ ‘ધ વોલ’ના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ઘણી વાર ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે. રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં ઘણીબધી ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. તે છતા પાકિસ્તાના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર માટે બંન્ને મહાન ક્રિકેટર મેચ વિનર નથી.
પૂર્વી પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે પોતાની ઓટોબાયોગ્રાફી ‘કોન્ટ્રોવર્શિયલી યોઅર્સ’માં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેની આ વાતની ખુબ જ આલોચના થઇ હતી અને પ્રસંશકોએ તેની આ હરકતનો ખુબ જ વિરોધ કર્યો હતો અને તેને નાદાન ગણાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, શોએબ અખ્તરે પોતાની બાયોગ્રાફીમા દાવો કર્યો છે કે, ફૈસલાબાદની પિચ પર ભારતીય બેટ્‌સમેન સચિન તેંડુલકર તેની ઝડપી બોલિંગથી ડરી ગયા હતા. આ સિવાય તેંડુલકર અને દ્રવિડ બંન્નેને શોએબે મેચ વિનર ગણવાથી ઇન્કાર કર્યો હતો. તેનું માનવું છે કે, સચિન અને દ્રવિડ મેચની પૂર્ણ કરવાની કળા જાણતા નથી. અખ્તર અનુસાર માત્ર વિવયન રિચર્ડસ, રિકી પોંટિંગ અને બ્રાયન લારા જેવા થોડાક જ મહાન ખેલાડીઓને મેચ વિનર કહી શકાય.
પોતાની બાયોગ્રાફીમાં શોએબ અખ્તરે લખ્યુ હતું,’જ્યારે મેં શરૂઆતમાં સચિન તેંડુલકર માટે બોલિંગ કરી તો મને તેમનામાં એક મેચ વિનર દેખાયો. પછી એક મેચમાં મેં સચિનને ઝડપી બોલ નાંખ્યો જેને તેમને ટચ પણ કર્યું નહી. આ જોઇ હું ખુબ જ હૈરાન થયો હતો. ફૈસલાબાદની સ્લો પિચ પર સચિન મારાથી ડરી રહ્યા હતા. આગામી મેતમાં મેં સચિનના માથા પર બોલ નાંખ્યો જેના પછી તે રન જ બનાવી શક્યા નહી.’

Related posts

गेल और मलिंगा को नहीं मिला खरीददार

aapnugujarat

IPL में अच्छा करना चाहूंगा : शार्दुल

aapnugujarat

गंभीर ने DDCA से इस्तीफा दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1