Aapnu Gujarat
ગુજરાત

1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા, અત્યાર સુધી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ

આજે ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. જેમાં બંગાળની ખાડીમાં સાયતક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાને કારણે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

રાજ્યમાં અત્યાર સુધી 336.17 મીમી વરસાદ થયેલ છે. ગાંધીનગર વેધર વોચ કમિટીની બેઠકમાં રાજ્યના વરસાદનાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજયમાં અત્યાર સુધી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેથી 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા વેધર વોચ કમિટીએ વ્યક્ત કરી છે.

દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ સૈારાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા 5 દિવસ દરમ્યાન વરસાદમાં વઘારો થવાની શકયતા છે.

Related posts

એટીએમથી લાખોની ઉઠાંતરી કેસમાં ઉંડી તપાસ હાથ ધરાઈ

aapnugujarat

અમદાવાદ મનપા દ્વારા બીઆરટીએસ માટે ઇલેક્ટ્રિક બસો ખરીદીનો નિર્ણય

aapnugujarat

તાપી, ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પાણી માટે વલખા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1