Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મનપા દ્વારા બીઆરટીએસ માટે ઇલેક્ટ્રિક બસો ખરીદીનો નિર્ણય

શહેર મનપા દ્વારા બીઆરટીએસ અને એએમસીમાં પ્રયોગશાળા હોય તેવા કામ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે બીઆરટીએસમાં હવે ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટે ૫૦ બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. એએમસી અને બસ બનાવનારી કંપની સાથે મળી પ્રજાના રૂપિયે અખતરા કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ એએમસી કોંગ્રેસ પક્ષના નેતાએ કર્યો હતો.
અમદાવાદ મનપાના કૉંગ્રેસ પક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ૫૦ ઇલેક્ટ્રિક બસ ખરીદવાનો નિર્ણય આવકારદાયક છે પણ પહેલા ડિઝલ બસો ખરીદાઈ પછી પ્રદૂષણના નામે સીએનજી બસો ખરીદાઈ ત્યાર બાદ ફરી ડિઝલ બસો ખરીદવામાં આવી અને હવે ફરી પ્રદૂષણ નિયંત્રણના નામે ઇલેક્ટ્રિક બસો ખરીદવાનું નક્કી કરી મનપા ભાજપ અને તંત્ર પ્રયોગશાળા હોય તેવાં કામો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદેશોમાં દિવસ દરમિયાન ચાલે તેવી બેટરી ધરાવતી ઇલેક્ટ્રિક બસો દોડે છે ત્યારે બીઆરટીએસ બોર્ડની બેઠકમાં ૫૦ ઇલેક્ટ્રિક બસો ખરીદવાનું કામ મુકાયું જેમાં ૩૪ બસ બે કલાકના ફાસ્ટ ચાર્જિંગવાળી છે અને ૧૬ બસો સ્વીપીંગ ચાર્જિંગવાળી છે. જે ૩૫ કિ.મી. ચાર્જ થયા બાદ તેને ફરીથી ચાર્જિંગ કરવું પડે તેવી બસો ખરીદવાની જોગવાઈ કરવામાં આવી હતી. મનપાના અધિકારીઓ કોના લાભાર્થે આવી ખામીવાળી બસો ખરીદવા તૈયાર થયા છે તેવો આક્ષેપ કર્યો હતો.

Related posts

ચુડા PGVCLની ટીમ વાવાઝોડાના અસરગ્રસ્ત ગામો માં ઉમદા કામગીરી કરી પરત ફરી

editor

पद्मावत का विरोध करने वालों में हार्दिक भी मैदान में

aapnugujarat

વડોદરા શહેરમાં નવા બાવન ઓટો રીક્ષા સ્ટેન્ડ માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1