Aapnu Gujarat
ગુજરાત

વડોદરા શહેરમાં નવા બાવન ઓટો રીક્ષા સ્ટેન્ડ માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ

વડોદરા શહેર પોલીસ કમિશનરે કાયદાની લાગુ પડતી જોગવાઇઓને અનુરૂપ વડોદરા શહેર હદ વિસ્તારમાં વધતી જતી વસતિ અને હદ વિસ્તાર તેમજ વાહનોને ધ્યાનમાં લઈ ઓટો રીક્ષામાં અવર-જવર કરતા પેસેન્જરો તથા જનતાને સરળતાથી ઓટો રીક્ષા મળી રહે અને વાહન વ્યવહારના સુચારૂ સંચાલન માટે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના બાવન (૫૨) સ્થળોને ઓટો રીક્ષા સ્ટેન્ડ તરીકે જાહેર કરવા પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

શહેર પોલીસ કમિશનરે વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી નવા ઓટો રીક્ષા સ્ટેન્ડ નિયત કરવા અહેવાલ મંગાવી ઓટો રીક્ષા સ્ટેન્ડનું મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સર્વે કરી જરૂર જણાય તેવા નવા ૫૨ (બાવન) ઓટો રીક્ષા સ્ટેન્ડ જાહેર કર્યો છે. આ અંગેનું જાહેરનામું ગેજેટમાં પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૩૦ની અંદર કોઇપણ વ્યક્તિ તરફથી વાંધા સૂચનો હોય તો લેખિતમાં શહેર પોલીસ કમિશનરને મોકલી આપવા જણાવાયુ છે.

Related posts

ડભોઈ શહેરમાં અકસ્માત : એક્ટિવા ચાલકનું મોત

editor

બારડોલીમાં ધારાસભ્યના પુતળાનું દહન : ગૌમાતા વિરૂદ્ધના નિવેદનથી રોષ

aapnugujarat

કોંગ્રેસ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર પદયાત્રા કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1