Aapnu Gujarat
ગુજરાત

ડુંગળી, લસણ અને બટાકાના ભાવ ગગડતા ખેડૂતોને વાવણીનો ખર્ચ માથે પડ્યો

કેન્દ્રની એનડીએની સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહી છે.ત્યારે બીજી તરફ હાલ જે પાકના ભાવ મળી રહ્યા છે, તેમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બટાટા, લસણ અને ડુંગળીના ભાવ સતત ઘટતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સતત ઘટતા ભાવથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે. ૧૫૦ રૂપિયાની આસપાસમાં પડતર ડુંગળી ૩૦ થી ૫૦ના ભાવોમાં ડુંગળીની ખરીદી થઈ રહી છે. ત્યારે ખેડૂતોને એક મણ દીઠ ૧૦૦ રૂપિયાની નુકસાની થઈ રહી છે. ત્યારે ખેડૂતો ડુંગળીને ખેતરમાંથી કાઢવાને બદલે પશુ ઢોરને ચરાવી દેવાની ફરજ પડી રહી છે. ગુજરાતમાં પણ બટાટા, લસણ અને ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં ડીસાના ખેડૂતો બટાકામાં સતત મંદીના કારણે દેવાદાર થતાં જાય છે. મોંઘા બિયારણ અને ખાતર લાવી બટાટા અને લસણ અને ડુંગળીની ખેતી કર્યા બાદ મૂડી પણ ન નીકળતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. હાલ માર્કેટમાં લસણનો હોલસેલ ભાવ પ્રતિ કિલોએ ફક્ત ૧૨-૧૪ રૂપિયા છે. તો લસણનો રિટેલ ભાવ ૨૦-૨૨ રૂપિયા છે. બટાટાના પ્રતિ કિલોએ હોલસેલ ભાવ ૪-૬ રૂપિયા છે, તો રિટેલ ભાવ ૮-૧૦ રૂપિયા છે. તો ડુંગળીનો હોલસેલ પ્રતિ કિલો ભાવ ૭-૮ રૂપિયા, અને રિટેલ ૧૦-૧૨ રૂપિયા ભાવ છે. ખેડૂતોને વાવણીના વળતર જેટલા ભાવ પણ મળતાં નથી. જેથી ખેડૂતો રોષે ભરાયા છે, તો બીજી બાજુ બટાકામાં સતત રહેતી મંદીના કારણે ડીસા પંથકના ખેડૂતો ખેતી છોડવાની વાત કરી રહ્યા છે.

Related posts

નરોડામાં સ્મશાનગૃહ નજીકથી કોન્સ્ટેબલની લાશ મળી

aapnugujarat

બીબીબીપીની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ભારત સરકાર દ્વારા અમદાવાદ જિલ્લા ટીમને સન્માનિત કરાઇ

aapnugujarat

આઠ મહાનગરોમાં ૨૦ ઓકટોબર પહેલાં રસ્તાના ખાડા પૂરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તાકીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1