Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની સિંચાઈ કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી સિંચાઇની કેનાલ હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ બ્યુટયુફીકેશનમાં પરિવર્તન કરવમાં આવેલ છે જે હિંમતનગર શહેરની આન બાન અને શાન કહેવામાં આવે છે ત્યારે હાલમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. છેલ્લાં કેટલાક સમયથી હિંમતનગર નગરપાલિકા દ્વારા આ કેનાલ સાફ સફાઈ કરેલ નથી જેના કારણે હાલમાં કેનાલમાં જાળી જાખડ જોવા મળી રહ્યા છે અને પ્લાસ્ટિકના કચરાના ઢગલા પણ દેખાઈ રહ્યા છે. હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર તથા આરોગ્ય ટીમ કોરોના વાયરસ અટકાવવા કામે લાગેલ છે તેવામાં હિંમતનગર નગરપાલિકા પાલિકા હિંમતનગરની કેનાલમાંથી રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે. આ અંગે સિંચાઇ વિભાગને પુછતા સિંચાઇ વિભાગ દ્વારા હિંમતનગર નગરપાલિકાને કેનાલ સાફ સફાઈ કરવા માટે લેખિત જાણ પણ કરવામાં આવી છે. કેનાલમાં ગંદા પાણીના કારણે જો કેનાલ તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફાટી નીકળશે તો જવાબદારી કોની પાલિકા કે પછી જાહેર જનતાની ? હવે એ પણ જોવું રહ્યું કે હિમતનગર નગરપાલિકાના નવનિયુક્ત યુવા ચીફ ઓફિસર કેનાલની ગંદકી દુર કરાવવા અને રોગચાળો અટકાવા ક્યારે ઓર્ડર કરશે તે જોવાનું રહ્યું.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા સાબરકાંઠા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલ

aapnugujarat

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

aapnugujarat

રાષ્ટ્રપતિ કોવિંદ ૨૧ જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1