Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિ કોવિંદ ૨૧ જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૧મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોવિંદની ગુજરાત યાત્રાને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામનાથ કોવિંદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપનાર છે. રાષ્ટ્રપતિ એમએસ યુનિવર્સિટી વડોદરાના કન્વોકેશન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમ ૨૨મી જાન્યુઆરીના દિવસે યોજાશે. ૨૩મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ રાજકોટ નજીક ગોંડલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ વિશેષરીતે હાજરી આપશે. રાજકોટથી તેઓ નવી દિલ્હી પરત ફરશે. ગુજરાતમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ સરકારના જુદા જુદા અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, રાજ્ય સરકારે રાષ્ટ્રપતિની ઓફિસ સાથે વાતચીત કરીને તેમના કાર્યક્રમની અંતિમ રુપરેખા હજુ સુધી તૈયાર કરી નથી. રાષ્ટ્રપતિ બન્યા બાદ કોવિંદ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવ્યા હતા. આ ઉપરાંત ત્રીજી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે જૈન સમુદાયના એક કાર્યક્રમમાં મહેસાણામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના (સૌની) તબક્કા-૨ની આધારશીલા પણ મૂકી હતી. રાષ્ટ્રપતિએ ઓક્ટોબર ૨૦૧૭માં પણ ગુજરાતની મુલાકાત લીધી હતી. તે વખતે તેમના જન્મસ્થળ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. કિર્તી મંદિર ખાતે પોરબંદરમાં પહોંચ્યા હતા. મોડેથી તેઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તેઓએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત પણ લીધી હતી. ગુજરાતની તેઓ ત્રીજી વખત સત્તાવાર યાત્રાએ પહોંચી રહ્યા છે. તેમને લઇને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Related posts

रिक्शा में राजस्थान से शराब लेकर आनेवाला युवक गिरफ्तार

aapnugujarat

રાજ્યમાં આંખ આવવાના કેસમાં વધારો નોંધાયો

aapnugujarat

ચોમાસુ પાકને બચાવી લેવા આજથી નર્મદા જળ અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1