Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેંકોની એનપીએમાં ઉછાળો આવશે : આરબીઆઈ

છેલ્લા પાંચેક વર્ષથી એનપીએનાઅ ડુંગર તળિયે દબાયેલ ભારતીય બેંકિંગ સેક્ટર માટે કોરોના ઈતિહાસનો સૌથી કપરોકાળ બનવા જઈ રહ્યો છે. આર્થિક મહામંદી સમયે પણ ન સર્જાઈ હોય તેવી સ્થિતિ મંદ અર્થતંત્ર બાદ હવે કોરોનાને પગલે સર્જાવાના એંધાણ છે.
ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઇએ જ એક રીપોર્ટમાં કબૂલ્યું છે કે નબળી બેંકિંગ સિસ્ટમ પર કોરોનાની ઘાતક અસર થવા જઈ રહી છે. અગાઉ જ સ્ટ્રેસનો સામનો કરી રહેલ બેંકિંગ જગતને આગામી વર્ષમાં ભારે ફટકો પડશે.
જુલાઈ, ૨૦૨૦ના ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રીપોર્ટમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આશંકા વ્યકત કરી છે કે બેંકોની ગ્રોસ બેડ લોન એટલેકે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ બે દશકમાં સૌથી વધુ રહેશે. કોરોનાને કારણે થયેલ અર્થતંત્રની ખાનાખરાબી અને લોકડાઉનને પગલે ઠપ્પ થયેલ ધંધા-રોજગાર દબાણ અનુભવી રહેલ બેંકિંગ જગતને હવે ખાડામાં ધકેલશે.
સરકારે આરબીઆઈ સાથે મળીને વિશ્વના સૌથી મોટા અને લાંબા લોકડાઉનમાં લોનધારકોને રાહત આપવા માટે આપેલ લોન મોરેટોરિયમની સુવિધા મહદઅંશે કામ કરશે પરંતુ, ટૂંકા ભવિષ્યમાં સમગ્ર અર્થતંત્ર પાટે ચઢતા વાસ્તવિક ચિત્ર સામે આવશે અને તે બેંકો માટે ભયાવહ સાબિત થઈ શકે છે.
આરબીઆઇના એફએસઆરમાં ટાંક્યા મુજબ ‘ખૂબ જ ખરાબ સ્થિતિ’માં બેંકોના ગ્રોસ એનપીએ માર્ચ, ૨૦૨૧ના રોજ કુલ બેંકિંગ લોનના ૧૪.૭% થવાની આશંકા છે. માર્ચ, ૨૦૨૦માં આ રેશિયો ૮.૫% હતો,જે ‘સામાન્ય સ્થિતિ’માં માર્ચ, ૨૦૨૧ના અંતે ૧૨.૫% રહેશે.
આરબીઆઇનો આ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રીપોર્ટ ૫૩ શિડ્યુઅલ કોમર્શિયલ બેંકની બેલેન્સશીટને પણ આવરી લે છે. આરબીઆઇના આંકડા અનુસાર અત્યારસુધીનો ગ્રોસ એનપીએનો સૌથી ખરાબ આંકડો માર્ચ, ૨૦૨૦માં ૧૨.૭%નો હતો. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સના ૩૦ જુનના રીપોર્ટમાં પણ આશંકા વ્યકત કરાઈ હતી કે બેંકના ગ્રોસ એનપીએ ૧૩-૧૪%ની વચ્ચે રહી શકે છે.
માત્ર ભારત નહિ પરંતુ, વૈશ્વિક અર્થતંત્રની પણ કથળતી જતી સ્થિતિને કારણે ભારતની ખાનગી અને ફોરેન બેંકોની બેડલોનમાં જોરદાર વધારો થવાની ભીતિ છે.
રીઝર્વ બેંકના રીપોર્ટ અનુસાર બેઝલાઈન સ્થિતિમાં દેશનો વિકાસદર ૪.૪% સુધી ઘટી શકે છે અને વધુ ખરાબ સ્થિતિમાં ભારતનો જીડીપી દર -૮.૯% સુધી પણ ગગડી શકે છે.

Related posts

અમરનાથના શ્રદ્ધાળુઓની બસ ખીણમાં પડતા ૧૬ના મોત થયા

aapnugujarat

बिहार में नेतृत्व परिवर्तन की जरूरत : चिराग पासवान

editor

કાશ્મીરમાં વધુ બે ત્રાસવાદી ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1