Aapnu Gujarat
ગુજરાત

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

ગાંધીનગર ના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ડૉ. નરેશભાઈ દેસાઈ, મહામંત્રી ઇશાનભાઈ સોની, યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યો, યુવા મોરચાની પ્રદેશની ટિમ, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ, યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં કામ કરી કાર્યકરો રાજકીય કારકિર્દીમાં આગળ વધે છે. યુવા મોરચાના કાર્યકરોમાં દિન પ્રતિદિન નવા સંગઠનના કામથી યુવા કાર્યકરોમાં રહેલી કામ કરવાની પ્રતિભા ઉજાગર કરવાનો પ્રયત્ન ભાજપા દ્વારા કરવામાં આવે છે. યુવા મોરચાના કાર્યકરો સંગઠનમાં સાથી કાર્યકરો સાથેનો વ્યવહાર અને કામ કરવાની શૈલીથી પાર્ટી તેમને જવાબદારી સોંપતી હોય છે. દરેક યુવા કાર્યકર્તાને પક્ષ દ્વારા જે પણ કાર્ય સોપવામાં આવે તેને જવાબદારી પુર્વક કરવા હાંકલ કરી.આ બેઠકમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા આવનાર દિવસમાં વિવિધ કાર્ય હાથ ધરવાના છે તેની માહિતી યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઇ કોરાટે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે યુવા મોરચાની પ્રદેશની બેઠક યોજાઇ જેમાં આગામી મહિનામાં યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં યુવા મોરચા દ્વારા સરપંચ સન્માન કાર્યક્રમ તાલુકા મંડલના અધ્યક્ષશ્રીઓએ કર્યા હતા. સ્વચ્છતાના કાર્યક્રમો, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં પણ વિવિધ કાર્યો યુવા મોરચાના કાર્યકરો હાથ ધરાશે. ડૉ.પ્રશાંતભાઇ કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ગુજરાતની પાવન ધરા પર ભવ્ય આવકાર આપવા માટે યુવા મોરચાના કાર્યકરોએ ભવ્ય રોડ-શો કર્યો તે બદલ દરેક યુવા મોરચાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. ખેલ મહાકુંભના ઉદ્ધાટન કાર્યક્રમમાં યુવા મોરચાના કાર્યકરોએ સફળ બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રશાંતભાઇએ જણાવ્યું કે માઇક્રોડૉનેશનમાં અનેક જીલ્લામાં યુવા મોરચાના કાર્યકરોએ સારી કામગીરી કરી જેમાં ગાંઘીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને મહેસાણા જીલ્લાના યુવાનોએ સારી કામગીરી કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા.યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટે આગામી કાર્યક્રમો અંગે વધુમાં જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા આગામી સમયમાં 23 તારીખથી શહિદ દિન નિમિત્તે દરેક જીલ્લા/મહાનગર અને તાલુકામાં શહિદ સ્મારકોની મુલાકાત અને શહિદ સપ્તાહ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત શાળા, કોલેજો, હોસ્પિટલોમાં જઇ યુવા મોરચાના કાર્યકરો સ્વચ્છતાના કાર્યક્રમ હાથ ધરશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરિક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને પરિક્ષાના કેન્દ્ર પર જઇ યુવા મોરચાના કાર્યકરો શુભેચ્છા પાઠવશે. 6 એપ્રિલે ભાજપાનો 43મો સ્થાપના દિન નિમિત્તે યુવા મોરચા દ્વારા જનસંઘના પાર્ટીના આગેવાનોના ઘરે જઇ માર્ગદર્શન મેળવવામાં આવશે અને તેમનું સન્માન કરશે. તા. 14 એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત તેમજ સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે તેમજ યુવા મોરચા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવાય રહ્યો છે ત્યારે દરેક જીલ્લા મહાનગરમાં બાઇક રેલી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. ગામડાઓમાં શક્તિકેન્દ્ર પર જઇ વિર શહિદોના ઘરની મુલાકાત લેવાનું આયોજન હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટે વધુમાં જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓને સંબોધન કરતા હોય છે. આ કાર્યક્રમ બુથ સહ યોજવા તેમજ કાર્યક્રમ પૂર્વે સવારે 10 થી 11 સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પુર્ણ કરી મન કી બાત કાર્યક્રમ સાંભળવો અને કાર્યક્રમ પુર્ણ થયા પછી કાર્યકરો સાથે સંવાદ કરવો તેમજ ટીફિન બેઠક યોજવા હાંકલ કરી.
પ્રદેશ મંત્રી અને યુવા મોરચાના પ્રભારી પંકજભાઇ ચૌધરીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું કે, યુવા મોરચાના કાર્યકરો માટે વિસ્તારક તરીકે કામ કરવું એ મોટી તક છે. યુવા મોરચાના કાર્યકરોને આપવામાં આવેલી દરેક જવાબદારી યોગ્ય રીતે નિભાવે. આવનાર દરેક કાર્યક્રમોમાં યુવા મોરચાના કાર્યકરો ખભેથી ખભો મિલાવી કામ કરી પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુઘી પહોંચે તેવા પ્રયત્ન કરે અને લોકોને યોજનાના લાભ અપાવવા હાંકલ કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને તેમના વતન ગુજરાતમાં રૂડો આવકાર આપવા યુવા મોરચાના કાર્યકરો ખૂબ સારી કામગીરી કરી તે બદલ યુવા મોરચાના દરેક કાર્યકરને અભિનંદ પાઠવ્યા. આવનાર યુવા મોરચાના દરેક કાર્યક્રમ વધુ સફળ થાય તે બાબતે માર્ગદર્શન આપ્યું.

Related posts

વઢવાણમાં પોષણ માસ અંતર્ગત રસીકરણ જનજાગૃતિ શિબિર યોજી

editor

હાર્દિકને ફટકો : લોકસભાની ચૂંટણી આદેશ બાદ નહીં લડે

aapnugujarat

अहमदाबाद म्युनि तंत्र द्वारा अंधाधुंध रोड बनाने पर लोगों को परेशानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1