Aapnu Gujarat
ગુજરાત

વઢવાણમાં પોષણ માસ અંતર્ગત રસીકરણ જનજાગૃતિ શિબિર યોજી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર દેશભરમાં કુપોષણને દુર કરવા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અન્વયે આજ રોજ જિલ્લાના વઢવાણ તાલુકાના ગામોમાં કોવિડ રસીકરણ માટે જનજાગૃત્તિ શિબિર યોજાઈ હતી.

જે અન્વયે કોરોના રસી મુકાવા અંગે લોકોમાં જાગૃતિ આવે એના માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કોરોના રસીકરણ મહા અભિયાનમાં સહભાગી બની વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે તેવા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના આંગણવાડી કેન્દ્રોના વર્કરબહેનો તેમજ સુપરવાઈઝર બહેનોએ ઘરે ઘરે જઈને લાભાર્થીઓ તેમજ મહિલાઓને કોવિડ-૧૯ રસીકરણ વિષે સમજણ આપવામાં આવી હતી. તેમજ બધાજ લાભાર્થીઓનું વેક્સિનેશન થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

Related posts

જમાલપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા મજદૂરનું કરૂણ મોત

aapnugujarat

સફાઈમાં નિષ્ફળ કોન્ટ્રાકટરોને મ્યુનિ. તંત્ર દ્વારા લહાણી કરાઈ

aapnugujarat

સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલય : ઇશ્વર પરમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1