Aapnu Gujarat
ગુજરાત

સફાઈમાં નિષ્ફળ કોન્ટ્રાકટરોને મ્યુનિ. તંત્ર દ્વારા લહાણી કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડમ્પ પ્રોજેકટ હેઠળ શહેરના વિવિધ છ ઝોનમાં જે કોન્ટ્રાકટરોને કામગીરી કરવાના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા.ઉપરાંત જેમને અગાઉ કામગીરીમાં બેદરકારી બદલ કરોડો રૂપિયાની પેનલ્ટી પણ કરવામાં આવી છે.આ જ કોન્ટ્રાકટરોને ફરી મ્યુનિસિપલ તંત્ર શીરપાવ આપતુ હોય એમ ટન દીઠ રૂપિયા ૧૫૨૫ના ભાવથી પાંચ વર્ષ માટે કામગીરી સોંપવામાં આવી છે.જેનો સીધો સંકેત એ મળી રહ્યો છે કે શાસક પક્ષ જ આ બેદરકાર કોન્ટ્રાકટરોના હીત સાચવી રહ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર આજરોજ મળેલી હેલ્થ કમિટીમાં અમદાવાદ શહેરમાં ડોર ટુ ડમ્પ પ્રોજેકટ હેઠળ છ ઝોનમાં કામગીરી કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.આ દરખાસ્તમાં અગાઉ મ્યુનિ.તંત્ર જે કોન્ચ્રાકટરોને પ્રતિ ટન રૂપિયા ૬૦૦નો ભાવ ચુકવતું હતુ.તેને બદલે હવે રૂપિયા ૧૫૨૫ના ભાવથી પાંચ વર્ષ માટેની કામગીરી સોંપી દેવામાં આવી છે.અત્યાર સુધી જે તે ઝોનનો જે ભાવ કોન્ટ્રાકટરોને ચુકવવામાં આવતો હતો.તેને બદલે અઢી ગણો ભાવ વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિ.ના શાસકો તો કેન્દ્ર સરકારની પણ ગાઈડલાઈન બાજુ પર મુકી દઈને કામગીરીમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાકટરને ૫૦ ટકા સુધીની પેનલ્ટી કરવાને બદલે માત્ર ૧૦ ટકા પેનલ્ટી જ કરી છે.વિવાદ તો ત્યાં સર્જાયો છે કે જિગર ટ્રાન્સપોર્ટને છેલ્લા છ વર્ષમાં પશ્ચિમઝોનમાં બેદરકારી દાખવવા બદલ રૂપિયા ૫.૨૩ કરોડની પેનલ્ટી કરવામાં આવી છે.તો આજ કંપીને નવા પશ્ચિમ ઝોનમાં યોગ્ય કામગીરી ન કરવા બદલ રૂપિયા ૨.૫ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.આ સાથે જ સ્વચ્છતા કોર્પોરેશનને મધ્યઝોનમાં બેદરકારી દાખવવા બદલ રૂપિયા ૮૬.૩૫ લાખની પેનલ્ટી કરવામાં આવી હતી.ઓમસ્વચ્છતા કોર્પોરેશનને રૂપિયા ૨.૮૫ લાખની પેનલ્ટી કરવામાં આવી હતી.આ તમામમાંથી તંત્ર જાણે કોઈ બોધપાઠ લેવા ન માંગતુ હોય એમ આજે વધુ એક વખત આ ત્રણે એજન્સીઓને વધુ પાંચ વર્ષ માટેના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે.આ સાથે બીજી બે એજન્સીઓને પણ કામગીરી સોંપવામાં આવી છે.પ્રશ્ન એ છે કે,અગાઉ કરતા અઢી ગણો ભાવ વધારો આપવામાં આવ્યા બાદ પણ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવી શકાશે કે કેમ. દરમિયાન શહેરમાં આગામી પાંચ વર્ષ માટે ડોર ટુ ડમ્પ હેઠળની કામગીરી માટે જિગર ટ્રાન્સપોર્ટ ઉપરાંત સ્વચ્છતા કોર્પોરેશનને મધ્યઝોનમાં,ગ્લોબલ વેસ્ટને ઉત્તરઝોનમાં,કનક રીસોર્સીસને ઉત્તરઝોન અને દક્ષિણ ઝોનમાં અને ઓમસ્વચ્છતા કોર્પોરેશન સાથે વેસ્ટર્ન ઈમેજીનરી નામની એજન્સીને ડોર ટુ ડમ્પ કોન્ટ્રાકટ હેઠળની કામગીરી સોંપવામાં આવતા આગામી સમયમાં કચરાનો વિવાદ વધુ ઘેરો બનવા પામશે.

Related posts

ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ સંદર્ભે જિલ્લા પંચાયતની વિવિધ કચેરી ખાતે સફાઈ ઝુંબેશ

editor

ઉદેપુર – અમદાવાદ વાયા હિંમતનગર ચાલતી મોતની સવારી

aapnugujarat

નવરંગપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે હોટલ મેનેજર અને સિકયોરીટીની વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1