Aapnu Gujarat
ગુજરાત

ઉદેપુર – અમદાવાદ વાયા હિંમતનગર ચાલતી મોતની સવારી

નેશનલ હાઇવે ૮ હિંમતનગરથી મુખ્ય માર્ગ પસાર થાય છે, રાજસ્થાન તરફથી અવર-જવર કરતી પેસેન્જર જીપ અમદાવાદથી ઉદેપુર સુધી ટ્રિપ મારતી હોય છે. જીપચાલકો વધુ નફા મેળવવા માટે જીપની ઉપર પણ પેસેન્જરોને ગેરકાયદેસર રીતે બેસાડે છે. રાજસ્થાનથી ગુજરાત પ્રવેશ કરતા સમયે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠે છે, જો આવી મોતની સવારીમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ અને માસૂમ લોકોની જિંદગી જાય તેનું શું ? સાબરકાંઠા જિલ્લામાં આરટીઓ વારંવાર ચર્ચામાં આવી છે ત્યારે આવા દ્રશ્યમાં આરટીઓની પણ બેદરકારી પ્રથમ દ્રષ્ટિએ નિહાળી શકાય છે વધુ નફો મેળવવા વાહનચાલકો મોતની સવારી કરી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

विघ्नहर्ता देव गणपति महोत्सव का हर्षोल्लास के साथ शुभारंभ

aapnugujarat

૪ ટુ બીએચકેના બદલે વન બીએચકેના ૩ ફલેટ આપ્યા : બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

રાજપુરમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડતી નંદાસણ પોલીસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1