Aapnu Gujarat
ગુજરાત

રાજપુરમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડતી નંદાસણ પોલીસ

કડી તાલુકાના રાજપુર ગામમાંથી નંદાસણ પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડતા ગામના સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.કડી તાલુકાના નંદાસણ રાજપુર ગામમાં નંદાસણ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.એમ.રાઠવાની સૂચનાથી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે રાજપુર ગામનો શખ્સ વિદેશી દારૂનું કટીંગ કરી રહ્યો છે જેથી તેઓ બુટલેગર પઠાણ ફિરોજખાન ઉર્ફે છનિયાર અબ્દુલખાનના રહેણાંકની નજીકમાં આવેલ રાજપુર ગામના સ્મશાન નજીક કાચા નેળીયામાં ઉભેલી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટ ની બોટલ નંગ ૨૦૪ જેની કિંમત આશરે ૮૧,૬૦૦નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. નંદાસણ પોલીસે વિદેશી દારૂ અને ગાડી સહિત રૂ. ૮,૮૧,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ચૂંટણી બાદ ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ

aapnugujarat

ગુજરાત ટુરીઝમમાં સર્વશ્રેષ્ઠ : રૂપાણી

aapnugujarat

શહેરમાં નીકળેલા કલાત્મક, આકર્ષક તાજિયાના જુલુસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1