Aapnu Gujarat
ગુજરાત

કડીમાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે બાઇક રેલી યોજાયી

ઊંઝા મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી ૧૮ ડિસેમ્બડથી ચાર દિવસીય યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે ત્યારે કડી શહેરમાં માઇભક્તો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર પ્રસાર માટે કડી શહેરમાં આવેલ ઉમિયા માતાજી મંદિર ભાઉપુરા થી બાઇક રેલી યોજાયી હતી જે સમગ્ર કડી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને લક્ષ્મીનારાયણ મંદિર ખાતે તેનું સમાપન થયું હતું. વિનોદ પટેલ (કડી એપીએમસી ચેરમેન), શારદા પટેલ (કડી નગરપાલિકા પ્રમુખ), કડી શહેર વી.એચ.પી. પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, વિષ્ણુ પટેલ(ચેરમેન-કડી નગરપાલિકા), પ્રકાશ પટેલ (મહેસાણા જિલ્લા યુવા મોરચા પ્રમુખ), પ્રદીપ પટેલ (જય ભગવાન) મયંક પટેલ(આલ્ફા એજ્યુકેશન), શૈલેષ પટેલ(મહેસાણા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ), ચિરાગ પટેલ(BJP કડી), તારક પટેલ તથા વિવિધ આગેવાનો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

જળસંપતિ રાજ્યમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના અધ્યક્ષસ્થાને કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

aapnugujarat

गुजरात सरकार का आदेश रद्द, एससी ने कहा – मजदूरों को ओवरटाइम का पैसा दें कंपनियां

editor

દ્વારકેશલાલ કથાનો ભકિતમય વાતાવરણમાં શુભારંભ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1