Aapnu Gujarat
બિઝનેસ

આઈપીઓ-બોનસ ઇશ્યુને કેપિટલ ગેઇન ટેક્સથી મુક્તિ અપાઈ

સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાંથી લિસ્ટેડ કંપની દ્વારા જારી કરવામાં આવેલા રાઇટ ઇશ્યુ, બોનસ, આઈપીઓ મારફતે પ્રમાણિક ઇક્વિટી મૂડીરોકાણને મુક્તિ આપી દીધી છે. આ નિર્ણયને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ટ્રાન્સફર ઉપર સિક્યુરીટી ટ્રાન્ઝીક્શન ટેક્સની ચુકવણી નહીં કરવાની સ્થિતિમાંં પણ મુક્તિ આપવામાં આવી છે. એફડીઆઈના ધારાધોરણ હેઠળ બિનનિવાસી દ્વારા કરવામાં આવેલા ઇક્વિટી રોકાણ, મર્જર, ડી-મર્જરને આવરી લેતા લેવડદેવડ અથવા તો હોલ્ડિંગ સબસીડાયરી ટ્રાન્ઝીક્શનને પણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાંથી શેરના સ્વરુપમાં ગિફ્ટ અથવા તો શેરના વિકલ્પ, એફડીઆઈ ધારાધોરણ ઉપર રોકાણને પણ મુક્તિ આપવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે કે, બોગસ કંપનીઓ દ્વારા દુરુપયોગનું પ્રમાણ વધી રહ્યું છે. આઈપીઓ, બોનસ ઇશ્યુ, શેર ગિફ્ટને કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ આપવાના નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ, સિક્યુરીટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મંજુર કરવામાં આવેલા શેર પ્રાપ્તિને પણ રાહત આપવામાં આવી છે. આ નોટિફિકેશનને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રોકાણકારોને રાહત મળી છે. રોકાણકારોનો આત્મવિશ્વાસ ભારતીય ટેક્સ વ્યવસ્થામાં વધશે. આ નોટિફિકેશન પહેલી એપ્રિલ ૨૦૧૮થી લાગૂ થશે. ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એપ્રિલ મહિનામાં ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું જેમાં કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિ માટે લાયક લેવડદેવડની વાતકરવામાં આવી હતી જેમાં એસટીટીની ચુકવણી કરવામાં આવતી નથી. જો કે, ટેક્સ નિષ્ણાતોનો અભિપ્રાય છે કે, અંતિમ નોટિફિકેશનમાં પ્રાઇવેટ એરેન્જમેન્ટમાં ઇક્વિટી શેરના પ્રાપ્તિની સમસ્યાને લઇને કોઇ વાત કરવામાં આવી નથી. અંતિમ નોટિફિકેશનમાં ઇક્વિટી શેર જારી કરવાને લઇને વધારે રક્ષણ અપાયું નથી. દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે પ્રમાણિક લેવડદેવડને રાહત આપી દીધી છે. એવી પ્રમાણિક લેવડદેવડને રાહત આપવામાં આવી છે જ્યાં ફાઈનાન્સ એક્ટ ૨૦૧૭માં સૂચિત કહેવાતી જોગવાઈથી શેરની ખરીદીના વખતે સિક્યુરીટી ટ્રાન્ઝીક્શન ટેક્સની ચુકવણી કરવામાં આવતી નથી. ટેક્સ સત્તાવાળાઓએ એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન માટે મુક્તિ આપી દીધી છે.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૯ની મૂડી ૮૧,૮૦૪ કરોડ ઘટી

aapnugujarat

GST, નોટબંધીથી લગ્નની સિઝન પર માઠી અસર થશે : એસોચેમ

aapnugujarat

બજારમાં ફરી ગાબડું : સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1