Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર ATVM નો શુભારંભ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

વ્યસ્ત સ્ટેશનો પર અનારક્ષિત ટિકિટ (જનરલ ટિકટ) લેતા મુસાફરોને વધારાની વૈકલ્પિક સુવિધા પૂરી પાડવા માટે, પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) ની સુવિધા ના શુભારંભ કરવામાં આવેલ છે.
અનરિઝર્વ્ડ ટિકિટ લઈને રેલવે દ્વારા દરરોજ યાત્રા કરનારા યાત્રિયો બુકિંગ વિન્ડો પર થી સ્માર્ટ કાર્ડ ઇશ્યૂ કરાવીને સ્માર્ટ કાર્ડ ના માધ્યમ થી એટીવીએમ દ્વારા અનારક્ષિત પ્રિન્ટેડ ટિકિટ મેળવી શકે છે. પ્રથમ વખત, આ કાર્ડ રૂ .100/-માં બુકિંગ વિન્ડો થી મેળવી શકાશે, જેમાં રૂ. 50/- ની ડિપોઝિટ અને રૂ. 51/-બેલેન્સ મળે છે. બાદમાં આ સ્માર્ટ કાર્ડ બુકિંગ વિન્ડોમાંથી ઉપયોગિતા મુજબ ઇચ્છિત રકમ સાથે રિચાર્જ કરી શકાય છે.
આ સુવિધા ટૂંક સમયમાં મંડલના અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનો બોટાદ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, કેશોદ અને ગોંડલ પર શરૂ કરવામાં આવશે. યાત્રિયોને વિનંતી કરવામાં આવે છે કે બુકિંગ કાઉન્ટરો પર વધુ ભીડ થી બચવા માટે આ સુવિધાનો મહત્તમ લાભ લે.

Related posts

નર્મદા જિલ્લાના ૩૧૪ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો

aapnugujarat

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat

બહેરામપુરા વિસ્તારમાં ભાભીએ તેની માતા સાથે મળી નણંદને જીવતી સળગાવી દીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1