Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના ૩૧૪ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો

લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ૩૧૪ ગામના આગેવાનોએ મતદાનનો વિરોધ કરીને કલેકટર કચેરીના પ્રાગણની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે એકસાથે ૩૧૪ ગામના આગેવાનો દ્વારા મતદાનનો વિરોધ થતા ચૂંટણી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો યોજવાંમાં આવ્યા હતા પરંતુ નર્મદા જિલ્લામાં આજે મતદાનના દિવસે ૩૧૪ ગામના આગેવાનોએ કલેકટર કચરીની બહાર વિરોધ પ્રદશર્ન માટે બેઠા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ગામ લોકોને સમજવવાનો પ્રયાસ કર્યો હતો અને જિલ્લા કલેકટરને પણ આગેવાનો મળ્યા હતા પરંતુ ગ્રામજનો પોતાની માંગને લઈ અડગ રહ્યા હતા. બીજી તરફ ગ્રામીણો મતદાન કરવા જાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગામ લોકોની માંગ છે કે તેમના ગામો ગ્રુપ ગ્રામ પંચાયતમાં છે અને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો હજુ નથી મળ્યો અને અલગ ગ્રામ પંચાયતોની માંગને લઈ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે મોડી સાંજ સુધી ગ્રામજનોને મનાવવાના પ્રયાસો સત્તાવાળાઓએ ચાલુ રાખ્યા હતા. દરમિયાન જૂનાગઢમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે આવી મતદાન મથક પર મતદાન બંધ કરાવી મતદારોને ભગાડયા હતા. પાઇપ અને ધોકા સાથે આવેલા અસામાજિક તત્વોથી મતદારો પણ ડરીને ભાગી ગયા હતા. આ વીડિયો જૂનાગઢના બિલખા રોડ પરના મતદાન બૂથનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. લોકશાહીના પર્વની ઉજવણી દરમ્યાન જ લોકશાહી પ્રણાલિની લીરા ઉડતાં ચૂંટણી તંત્ર અને સ્થાનિક સુરક્ષા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠયા હતા. સ્કૂટરમાં આવેલા લોકો પૈકી એક સફેદ શર્ટ પહેરેલો શખ્સ ધોકા સાથે મતદારો પાછળ દોડીને બોલી રહ્યો છે કે ભાગો અહીંથી. આવા ગુંડા તત્વો સામે આકરા હાથે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ સ્થાનિકોમાં પણ ઉઠવા પામી હતી. બીજી બાજુ શહેરની સીમ્સ હોસ્પિટલના એક હૃદયરોગના દર્દીએ હાર્ટમાં પેસમેકર ઈમ્પલાન્ટ કરાવ્યાના ૨૪ કલાકમાં જ અમદાવાદથી નડિયાદ જઈને મતદાન કર્યું હતું, જે લોકશાહીના પર્વની ઉજવણીમાં પ્રેરણારૂપ કિસ્સો બની રહ્યો હતો. ૭૨ વર્ષના પ્રવિણ શાહ નામના વ્યક્તિ ૨૧મીએ અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દાખલ થયા હતા. જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે તેમનું હૃદય ૯૦ ટકા બ્લોક હતું. ગઈકાલે તેમના હાર્ટની સર્જરી કરવામાં આવી હતી. અને હાર્ટમાં પેસમેકર ઈમ્પલાન્ટ કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતમાં લોકસભાના મતદાન હોવાથી પ્રવિણભાઈએ ગઈકાલે હોસ્પિટલના ડોક્ટર્સને મતદાન કરવા અંગેની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી હોસ્પિટલ પ્રશાસને પ્રવિણભાઈ મતદાન કરવા જઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી હતી. પ્રવીણભાઇએ નડિયાદ જઇને મતદાન કર્યું હતું.

Related posts

धोलका में १२ साल के बच्चे की हत्या से सनसनी फैली

aapnugujarat

હાટકેશ્વર વિસ્તારમાં ઉછીના પૈસા પાછા માંગતા મિત્રએ મિત્રને પતાવી દીધો

aapnugujarat

વડતાલ ધામની સત્‍સંગ સભામાં મુખ્‍યમંત્રીશ્રી પવિત્ર યાત્રાધામોની યાદીમાં વડતાલનો સમાવેશ કરાશે : મુખ્‍યમંત્રીશ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1