Aapnu Gujarat
ગુજરાત

“પુષ્પ પંખડીયોં કે સાથ ગપસપ” પુસ્તકનું વિમોચન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

પ્રખ્યાત નૃત્યાંગ ના ડો.કાજલ મૂળે દ્વારા અનોખા વિષયમાં રચાયેલ પુસ્તક નો વિમોચન કાર્યક્રમ તારીખ ૫મી સપ્ટેમ્બર 2021, શનીવાર ના રોજ યોજાયો. કોવિદ મહામારી દરમ્યાન વાતાવરણમાં ગમગીની, અસલામતી છવાયેલી હતી, તેમાં પોતાને અને અન્યને ઉત્સ્યાહ પ્રેરે તેવું કાર્ય ડો.કાજલ મૂળે ઍ શરૂ કર્યું. ઘરનાં વૃક્ષો છોડ માંથી ખરી પડેલ ફૂલ પાંખડીઓ પાંદડાં ડાળખી અને બીન વપરાયેલ શાકભાજી દ્વારા દરરોજ રંગોળી અને શબ્દો દ્વારા ઉત્સાહ પ્રેરક સંદેશ વ્હોટ્સએપ માધ્યમ થી સેંકડો ને પહોંચાડતો.પ્રતિકાત્મક કૃતિઓ અને લોકો દ્વારા આવેલ પ્રતિભાવોને પુસ્તક સ્વરૂપ અને શિર્ષક ‘પુષ્પ પંખડીયો કે સાથ ગપશપ’ આપ્યો.

ઓનલાઇન પુસ્તક વિમોમોચન કાર્યક્રમ શહેરના ઉદ્યોગપતિ અને કલા પ્રોત્સાહક શ્રી નિશીથભાઈ મહેતાના મુખ્ય મહેમાનપદે યોજાયેલ જેમાં ભાવનગર , રાયપુર, લખનૌ, મુંબઈ, દિલ્હી, બાંગ્લાદેશ અને અન્ય દેશો ના વકત્તાઓ એ ડૉ.કાજલ મૂળે ને અનોખાં કાર્ય માટે અને ઉત્કૃષ્ટ રંગોળી કૃતિઓ તથા પુસ્તક પ્રકાશન માટે અભિનંદન પાઠવ્યા.

Related posts

લીંબડી ખાતે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમની ઉજવણી

editor

હોટલ હયાત ખાતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ

aapnugujarat

ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1