Aapnu Gujarat
ગુજરાત

બોપલ – ઘુમા, શેલા સનાથળમાં ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસના કેસોને વહેલામાં વહેલા શોધીને ત્વરીત સારવાર આપવાના ઉદ્દેશ્યથી બોપલ ઘુમામાં ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનશિપલ કોર્પોરેશન અને જીલ્લા પંચાયત અમદાવાદના આરોગ્ય વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સર્વે બોપલ ઘુમાના ૨૮૮ એરીયા, ૨૭૪૭૩ ઘર, ૭૬૮૨૦ વસ્તીની ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ૧૯૭ ટીમ, ૩૯૪ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
સર્વેલન્સ માટે દરેક ટીમને થર્મલ ગન અને પલ્સ ઓક્સિમીટર આપવામાં આવ્યાં છે. સર્વેલન્સ દરમ્યાન શોધવામાં આવેલ કોવિડ-૧૯ શંકાસ્પદ દર્દીને ટેસ્ટીંગ સાઇટ પર મોકલવામાં આવી રહ્યા છે. ૩૮ ટેસ્ટીંગ સાઇટ ઉપરાંત ૧૨ ધનવંતરી રથ સહિત ૫૦ સ્થાનો પર કોવિડ-૧૯ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બોપલ – ઘુમા ઉપરાંત સાણંદના શેલા, સનાથળના ૩૪૩૧ ઘર, ૧૧૦૭૨ વસ્તીમાં ૫૫ ટીમ દ્વારા ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. નોવેલ કોરોના વાયરસ એ વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે.
હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

તાપી, ભાવનગર, છોટાઉદેપુર, બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પાણી માટે વલખા

aapnugujarat

સુરતમાં રૂ.૪૬ લાખના ઘરેણા ભરેલા પાર્સલ ચોરાયા, સાથી કર્મચારીનું કૃત્ય

aapnugujarat

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1