Aapnu Gujarat
ગુજરાત

દિયોદર ગૌવંશ રસ્તાઓ ઉપર છોડે તે પહેલાં સરકાર જાગે યોગ્ય પેકેજ જાહેર કરો

કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધા રોજગાર પર માઠી અસર પડી છે જેના કારણે દાતાઓ દ્વારા ગૌ શાળામાં મળતું દાન બંધ થઈ જતા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ પર મોટી અસર થતા ગૌવંશ ને નિભાવવા ભારે મુશ્કેલ બન્યા છે જેમાં જિલ્લાના દિયોદરની ૨ પાંજરાપોળ અને ૧૫ ગૌ શાળામાં મોટાભાગના ગૌવંશ મરવાના વાંકે જીવી રહ્યાં છે જેમાં ગૌવંશને રસ્તા પર છોડે તે પહેલાં સરકાર દ્વારા યોગ્ય પેકેજ જાહેર કરવા માંગ ઉઠી છે. દિયોદર તાલુકામાં એક બાજુ નહિવત વરસાદ છે અને છેલ્લા પાંચ વર્ષના સંજોગોમાં અતિવૃષ્ટિની અસર નોટબંધી અને ખાસ કરીને કોરોના વાઇરસમાં લોકડાઉનના કારણે ગૌ શાળા અને પાંજરાપોળમાં આવતું દાન બંધ થઈ જતા ગૌવંશને નિભાવવા સંચાલકોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દિયોદર તાલુકામાં અત્યારે વર્તમાન સમયમાં ૨ પાંજરાપોળ અને ૧૫ ગૌ શાળા આવેલ છે જેમાં ૮૧૪૪ ગૌ વંશ નો નિભાવ થાય છે પરંતુ છેલ્લાં ત્રણ મહિનાથી એક દમ દાતા તરફથી આવતું દાન બંધ થઈ ગયું છે.એક ગૌ વંશ પાછળ એક દિવસ નિભાવવાનો ખર્ચ અંદાજિત ૪૫ થી ૫૫ રૂપિયા થાય છે ત્યારે ગૌશાળા અને પાંજરાપોળમાં હવે વર્તમાન સમય કેવી રીતે ગૌવંશનો નિભાવ કરવો તે મુશ્કેલ બન્યું છે. દિયોદર તાલુકાના ગૌ શાળા અને પાંજરાપોળના સંચાલકોએ એવી માંગ કરી છે કે વર્તમાન સમય અમારી ગૌ શાળા અને પાંજરાપોળ રખડતા ગૌ વંશ અને માદા ગૌ વંશનો નિભાવ કરે છે જેમાં આ તમામ ગૌ શાળાઓને કોઈ આવક નથી. દાતાઓ દ્વારા દાન પણ બંધ છે. હાલ કપરી પરિસ્થિતિમાં ગૌવંશનો કેવી રીતે નિભાવ કરવો તે ઘણું મુશ્કેલ છે. અબોલ જીવોની વેદના હવે ગૌ ભક્તોને દેખાઈ જતી નથી. સરકાર હવે આ વિસ્તારમાં ગૌ વંશ માટે એક પેકેજ જાહેર કરે તો હવે ગૌ શાળા તેમજ પાંજરાપોળ ગૌ વંશનો નિભાવ કરી શકે તેમ છે.
યોગ્ય પેકેજ જાહેર કરે તો હવે ગૌ વંશનો નિભાવ થઈ શકે : પ્રમુખ
આ બાબતે વાત કરતા પાંજરાપોળના પ્રમુખ જે.બી.દોશીએ જણાવેલ કે આ સંસ્થાઓ રખડતા ઢોરો અને ગૌ વંશનો નિભાવ કરે છે પરંતુ અતિવૃષ્ટિ અને કોરોના જેવી પરિસ્થિતિમાં હવે અબોલ પશુઓને નિભાવવા મુશ્કેલ બન્યા છે. આવેદનપત્ર આપી આંદોલનનો રસ્તો અપનાવવા મજબૂર છીએ, ગૌવંશને રસ્તા ઉપર છોડે તે પહેલાં સરકાર ને આવી વિકટ પરિસ્થિતિમાં પેકેજ જાહેર કરે તો આ વિસ્તારની ગૌ શાળા અને પાંજરાપોળ ગૌ વંશનો નિભાવ કરી શકે તેમ છે નહીંતર ના છૂટકે જિલ્લામાં અબોલ પશુઓ રખડતા થશે. અબોલ પશુની વેદના સાંભળો કારણ કે આ મૂંગા પશુઓ છે? અતિવૃષ્ટિમાં આ અબોલ પશુઓની હાલત કફોડી બની હતી અને ત્યારબાદ ગૌ શાળાએ સરકારની થોડી મદદથી ગૌ વંશને નિભાવ્યા હતા પરંતુ હવે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે કારણ કે કોરોના વાઇરસની મહામારી વચ્ચે દાતા તરફથી આવતું દાન એક દમ બંધ થઈ ગયું છે અને હવે આ અબોલ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ છે એક દિવનો ખર્ચ ૪૫ થી ૫૫ છે એક પશુ પાછળ પરંતુ દાન બંધ હોવાથી કઈ રીતે ગૌ શાળાના સંચાલકો નિભાવ કરી શકે છે. સંચાલકોએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી રામધૂન બોલાવી આંદોલન છેડવાની ચીમકી આપી છે પરંતુ સરકાર આ અબોલ પશુઓની વેદના ક્યારે સાંભળશે, આ મૂંગા પશુઓ છે અને જો એક પેકેજ જાહેર કરાય તો ગૌ શાળા અને પાંજરાપોળમાં સારી રીતે આવા પશુઓનો નિભાવ થઈ શકે તેમ છે નહીંતર આ અબોલ પશુઓ ફરી એક વખત રસ્તા પર દોડતા દેખાશે તેવું સ્પષ્ટ દેખાઈ રહું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગેંગસ્ટર બસ્તીખાન પઠાણની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

editor

अहमदाबाद के कई क्षेत्रों में गंदे पानी की समस्या शुरू

aapnugujarat

NCPL યોજના હેઠળ વડોદરામાં ૧૦ તાલીમ વર્ગોમાં ૧૮૪ જેટલા બાળકો તાલીમ લઇ રહ્યા છે : કલેકટર શ્રીમતી પી.ભારતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1