Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન માટે ચીને ખુલ્લો મુક્યો હથિયારોનો ભંડાર

ભારત સામે લદ્દાખમાં મોરચો માંડનારા ચીને પોતાના ખાસ દોસ્ત પાકિસ્તાન માટે હથિયારોનો ભંડાર ખોલી નાંખ્યો છે. સ્વાભાવિક છે કે, ચીને ભારત સામે પાકિસ્તાનને મજબૂત કરવા માટે જ આ પગલુ ભર્યુ છે.ચીન અબજો ડોલરના શસ્ત્રો પૂરા પાડીને પાકિસ્તાનની નૌ સેનાની કાયાપલટ કરવાનો ઈરાદો ધરાવે છે.ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર પર પોતાનુ નેવી બેઝ તો બનાવી જ રહ્યુ છે ત્યારે હવે પાકિસ્તાનને ચીન સાત અબજ ડોલરના હથિયારો આપવા જઈ રહ્યુ છે.
પાકિસ્તાનને ચીન સાત ડીઝલ ઈલેક્ટ્રિક સબમરિન, ઉપરાંત ફ્રિગેટ તરીકે ઓળખાતા સ્ટીલ્થ યુધ્ધ જહાજો આપશે.આ જહાજો રડારને ચકમો આપવા માટે સક્ષમ છે.
પાકિસ્તાનને મળનારા યુધ્ધ જહાજો અને સબમરીન બાદ પાક નેવી વધારે શક્તિશાળી બનશે.આ યુધ્ધ જહાજોની રેન્જ ૪૦૦૦ કિલોમીટરની છે.જે તમામ પ્રકારના હથિયારોથી સજ્જ છે.ચીન પાકિસ્તાનને ૨૦૨૩ સુધીમાં સાત પૈકીની ચાર સબમરિનની પણ ડિલિવરી કરી દેશે.યુઆન ક્લાસની સબમરીન ડીઝલ સબમરિનના વર્ગમાં બહુ ઘાતક મનાય છે.ચીન પાકિસ્તાનના સહારે હિન્દ મહાસાગરમાં પોતાનો પગ જમાવવા માંગે છે.ગ્વાદરમાં નેવલ બેઝ બનાવવા પાછળ પણ ચીનનો આ જ ઈરાદો છે.અહીંયા ચીન બહુ ઝડપથી બેઝ બનાવવા માટે બાંધકામ કરી રહ્યુ છે.આ વાતની પોલ તાજેતરમાં સેટેલાઈટ તસવીરોએ ખોલી નાંખી હતી.

Related posts

પાકિસ્તાનમાં યુદ્ધનો ડર છવાયોઃ ગામડાં ખાલી કર્યા બાદ હોસ્પિટલો પણ સજ્જ કરવા આદેશ

aapnugujarat

ईरान ने किया युद्ध का एलान

aapnugujarat

સૌરઉર્જા મિશનઃ ભારત સાથે કામ કરવા અમેરિકાએ વ્યક્ત કરી ઈચ્છા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1