Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનની કઠપુતળી છે ડબ્લ્યુએચઓ : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઈને ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, ડબ્લ્યુએચઓ હકીકતમાં ચીનની કઠપુતળી છે અને અમે કોરોનાને છૂપાવવા અને તેને ફેલાવવા માટે ચીનને જવાબદાર માનીએ છીએ. ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિપનિંગ સાથે કોઈ વાતચીત કરીને અને વાત કરવાની તેમની કોઈ યોજના પણ નથી.ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું છે કે, ડબ્લ્યુએચઓ હકીકતમાં ચીનની કઠપુતળી છે. અમે ચીનને આ મહામારી છૂપાવવા અને દુનિયામાં ફેલાવવા માટે જવાબદાર માનીએ છીએ અને અમે કોઈ ભૂલ કરી નથી. તેઓ આ બીમારીને ફેલતા રોકી શકતા હતા અને તેમણે રોકવી જોઈતી હતી.રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, મેં શી જિનપિંગ સાથએ કોઈ વાતચીત કરી નથી અને વાત કરવાનો કોઈ ઈરાદો પણ નથી. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના ઉમેદવાર પર જો બિડન પર પણ નિશાન તાકતા જણાવ્યું કે, જો બિડન ચીનને લઈને નરમ વલણ અપનાવી રહ્યા છે.

Related posts

EU को नहीं मिला बेक्जिट ‘बैकस्टॉप’ पर UK से कोई विकल्प

aapnugujarat

भारत को एस-400 प्रक्षेपास्त्र प्रणाली देने की रूस की योजना : पुतिन

aapnugujarat

Fight between Tribals in Papua New Guinea, 24 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1