Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં યુદ્ધનો ડર છવાયોઃ ગામડાં ખાલી કર્યા બાદ હોસ્પિટલો પણ સજ્જ કરવા આદેશ

પુલવામા હુમલા પછી ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરે અથવા સર્જિકલ સ્ટ્રાઇક કરે તેવી શક્યતાઓ વચ્ચે પાકિસ્તાને યુદ્ધ જેવી તૈયારીઓ આરંભી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન સરહદી અને લાઇફ ઓફ કંટ્રોલની નજીકના ગામડાઓને ખાલી કરવામાં લાગી ગયું છે. એટલું જ નહીં સૈનિક અને નાગરિક હોસ્પિટલોને પણ દવા અને શસ્ત્રક્રિયાના સરંજામથી સજ્જ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાનના કબજના હેઠળના કાશ્મીરમાં ઘણા ગામો પણ ખાલી કરી દીધા છે. આ સાથે લોકોને ચેતવણી આપવા માટે પણ સૈન્યને કહેવામાં આવ્યું છે. પાકિસ્તાને એલઓસી નજીક લોકોનાં આવન જાવન નિયંત્રિત કરી દીધા છે. પીઓકેના ૧૨૭ ગામોમાં પાકિસ્તાને ચેતવણી આપી દીધી છે. સાથે સાથે જ ૪૦થી વધુ ગામોને એલઓસી દ્વારા ખાલી કરવામાં આવ્યા છે.પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચોતરફથી દબાણ છે. આવા કિસ્સામાં પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના બહાવલપુરના મુખ્ય મથકમાંથી મસૂદ અઝહરને ક્યાંક બીજે સ્થળાંતરિત કરી દીધો છે. પાકિસ્તાની સરકારે મસૂદને રાવલપિંડીમાં સલામત સ્થળે મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ગુપ્ત માહિતી એજન્સી આઇએસઆઈનું મુખ્યમથક રાવલપિંડીમાં છે.
પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી છે જેમનો વડો મસૂદ અઝહર છે. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. તે ભારતના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે.પાકિસ્તાન જાણે યુદ્ધની તૈયારી કરતું હોય તેમ સૈન્ય અને સરહદી વિસ્તારોની નાગરિક હોસ્પિટલો પણ ગમે ત્યારે જરૂર પડે તો તૈયાર હોય તે રીતે સજ્જ કરવામાં આવી રહી છે. દવાઓ અને ઓપરેશન માટેના સામાનનો સ્ટોક કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સૈન્યના અધિકારીઓ હોસ્પિટલોની મુલાકાત લઈ રહ્યા હોવાના ફોટોગ્રાફ્સ પણ પાકિસ્તાની મીડિયામાં છપાઈ રહ્યા છે.સવાલ એ છે કે ભારત પૂલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો બદલો કેવી રીતે વાળશે? શું સામસામેનું યુદ્ધ કરવામાં આવશે કે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે? આવા અનેક સવાલો ભારતમાં લોકોની જીભે ચર્ચાઈ રહ્યા છે.

Related posts

नेपाल ने भारत में बनी स्ट्राजेनेका कोरोना वैक्सीन को दी मंजूरी

editor

કાબુલમાં આતંકવાદી હુમલામાં ૨૯ લોકોના મોત

aapnugujarat

યુક્રેન પર સપ્તાહમાં બીજી વાર રશિયાનો મિસાઈલોથી હુમલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1