Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુક્રેન પર સપ્તાહમાં બીજી વાર રશિયાનો મિસાઈલોથી હુમલો

યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ ફરી એકવાર ડ્રોન મિસાઇલોથી ધમધમી ઉઠ્‌યા હતા. રશિયા તરફથી અહીંની ઇમારતો પર મિસાઇલો છોડવામાં આવી છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટના ત્રણ અવાજ સાંભળ્યા છે.
એક સપ્તાહમાં આ બીજો સૌથી મોટો હુમલો છે. આ પહેલા પણ રશિયાએ કિવ સહિત અનેક શહેરો પર ૪૦થી વધુ મિસાઈલો છોડી હતી. આ વખતે પણ ઈરાનના કામિકાઝ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રશિયા દ્વારા કિવમાં કરવામાં આવી રહેલા મિસાઈલ હુમલાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડોમિર જેલેન્સકીના ચીફ ઓફ સ્ટાફ એંડ્રિ યરમક એ જણાવ્યું હતું કે રાજધાની કિવના સેન્ટ્રલ શેવચેનકકિવ્સ્કી જિલ્લામાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, કિવ પર કેમિકેઝ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયનોને લાગે છે કે તે તેમને મદદ કરશે, પરંતુ તે તેમની નિરાશા દર્શાવે છે.
વિસ્ફોટના થોડા સમય પહેલા હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવ્યા હતા. શહેરના મેયર વિટાલી ક્લિટ્‌સ્કોએ જણાવ્યું હતું કે રાજધાનીના સેન્ટ્રલ શેવચેનકકિવ્સ્કી જિલ્લામાં વિસ્ફોટ થયો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી, તમામ સેવાઓ સ્થળ પર પહોંચી ગઈ છે. એર એલર્ટ ચાલુ છે. લોકોને નિવાસસ્થાનોમાં રહેવા વિનંતી કરવામાં આવે છે! હુમલામાં માર્યા ગયેલા લોકોની હજુ કોઈ માહિતી મળી નથી.
આ પહેલા ૧૦ ઓક્ટોબરે રશિયા તરફથી કિવ સહિત અનેક શહેરોમાં ૪૦થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. ગયા વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પછી રશિયાનો આ સૌથી મોટી હવાઈ હુમલો માનવામાં આવે છે.

Related posts

સીરિયામાં લશ્કરી વિમાની મથક પર મિસાઇલ હુમલો

aapnugujarat

શ્રીલંકામાં વધુ હુમલા થઇ શકે : નકાબ ઉપર પ્રતિબંધ

aapnugujarat

ગુંડાની માફક વર્ત્યું અમેરિકા, વળતા હુમલા માટે રહે તૈયારઃ રશિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1