Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુસ્લિમ છોકરીઓના ૧૬ વર્ષ બાદ મરજીથી લગ્ન મુદ્દે ૭ નવેમ્બરે સુનવણી

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાના ઉચ્ચ ન્યાયાલયના આદેશને પડકારવા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અરજી પર વિચાર કરવા સંમત થયા છે. બેન્ચે આ મામલામાં નોટિસ જાહેર કરી અને તપાસમાં મદદ માટે વરિષ્ઠ વકીલોને ન્યાયમિત્રો તરીકે પસંદ કર્યા છે. આ મામલાની સુનવણી ૭ નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, એક સગીર મુસ્લિમ બાળકી ૧૬ વર્ષ બાદ તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા બાદ તે પોતાની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન શકે છે. સર્વોચ્ચ અદાલત એ કહ્યું કે, તે આ મુદ્દે તપાસ કરશે અને આ મામલાની સુનવણી ૭ નવેમ્બરે નક્કી કરવામાં આવી છે. ઉચ્ચ ન્યાયાલયની એકલ ન્યાયાધીશ બેન્ચે ૧૩ જૂન એ પઠાનકોટના એક મુસ્લિમ દંપતીની અરજી પર આ આદેશને પસાર કરવામાં આવ્યો હતો, જેમણે સુરક્ષાને લઈને કોર્ટના દરવાજે પહોંચ્હયા હતા. ઉચ્ચ ન્યાયાલય એ કહ્યું હતું કે, આ મામલામાં વિચાર કરવાનો મુદ્દો લગ્નની માન્યતા અંગે ન હતો , પરંતુ અરજીકર્તાઓ દ્વારા તેમના જીવન અને તેમની આઝાદી પર મંડરાયેલા ખતરાને દૂર કરવા માટે હતો.
ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે, કોર્ટ આ બાબત પર પોતાની આંખો બંધ કરી શકતી નથી. કારણ કે, અરજીકર્તાઓની આશંકાઓને દૂર કરવી આવશ્યક છે. માત્ર એટલા માટે કે અરજદારોએ તેમના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, તેથી તેઓને ભારતના બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોથી વંચિત રાખી શકાય નહીં.

Related posts

મોદીએ ભાજપને 2000 રૂપિયાનું ડોનેશન આપ્યું

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી સંપન્ન

aapnugujarat

Security, economy and prosperity of India is in “safe and honest hands” : Naqvi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1