Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભૂત-પ્રેતનો પડછાયો કાઢવાના બહાને સગીરા પર તાંત્રિકે દુષ્કર્મ કર્યું

રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક તાંત્રિક ભૂતનો પ્રેતનો પડછાયો કાઢવાના બહાને સગીર બાળકી પર બળાત્કાર કરી તાંત્રિક ફરાર થઈ ગયો. ગાંધી નગર પોલીસે નકલી તાંત્રિક અનિલ શર્માની ધરપકડ કરી છે. આરોપી તાંત્રિકને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આરોપીએ ફરિયાદીની સગીર પુત્રી પર તેના ઘરે જ બળાત્કાર કર્યો હતો. બાદમાં તાંત્રિક પ્રક્રિયા પૂરી કરી હોવાનો દાવો કરીને તેની પાસેથી ફી તરીકે ત્રણ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી તાંત્રિક અનિલ શર્મા જયપુર જિલ્લાના જોબનેરનો રહેવાસી છે. અંધશ્રદ્ધા ફેલાવીને તે લોકોના ઘરોમાં ઝાડફૂંકનું કામ કરે છે. સપ્ટેમ્બરમાં તેણે ગાંધી નગર વિસ્તારમાં એક પરિવારને પોતાનો શિકાર બનાવ્યો હતો. આરોપી તાંત્રિક અનિલ શર્મા ૧૭ સપ્ટેમ્બરે પરિવારના જમાઈ સાથે ઘરે આવ્યો હતો. અહીં આવ્યા પછી તેને પરિવારના જમાઈને જણાવ્યું કે, તારા સસરા પર મોટું જોખમ છે. તેને કહ્યું કે તાંત્રિક પ્રક્રિયાથી તેની સારવાર કરવી પડશે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદી પહેલાથી જ ઘણી ઘરેલું સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેથી તેઓ તાંત્રિકની જાળમાં ફસાઈ ગયા. ત્યારબાદ આરોપી અનિલ શર્માએ તેની પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવી અને ઘરે તાંત્રિક પ્રક્રિયા શરૂ કરી. રાત્રે ૧૧ વાગે ધાર્મિક પ્રક્રિયા પૂરી કરવાના બહાને ફરિયાદીને તેના પુત્ર અને જમાઈ સાથે પુષ્કર મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરિયાદીની સગીર પુત્રી ઘરે એકલી રહી ગઈ હતી. તાંત્રિકે ફરિયાદીને ડરાવી દીધો કે ભૂતનો પડછાયો દીકરી પર જ છે. તેથી તેને ઘરે છોડી દો.
સમસ્યાઓથી ડરેલા પરિવારે દીકરીને તાંત્રિકની પાસે છોડી દીધી. જે બાદ તાંત્રિકે સગીર યુવતીને ધમકાવીને તંત્ર પ્રક્રિયાના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. પરિવારના સભ્યોને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.
સવારે પરિવારના લોકો આવ્યા બાદ આરોપી તાંત્રિકે ફરિયાદી પાસેથી ફી પેટે ત્રણ હજાર રૂપિયા પણ લીધા હતા. ઘટનાના બે દિવસ પછી પીડિતાએ આ વાત તેની મોટી બહેનને જણાવી.
ત્યારબાદ તેણે પરિવારના અન્ય સભ્યોને આ અંગે જાણ કરી. જે બાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. કેસ નોંધાયા બાદ પોલીસે એક ટીમ બનાવી આરોપી તાંત્રિકની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો હતો.

Related posts

चिदंबरम ने घूस के पैसे से स्पेन में खरीदे टेनिस क्लब

aapnugujarat

पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी हुए कोरोना संक्रमित

editor

४ लोगों की सुरक्षा करेंगे एसपीजी के ३००० जवान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1