Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ગુંડાની માફક વર્ત્યું અમેરિકા, વળતા હુમલા માટે રહે તૈયારઃ રશિયા

સીરિયામાં થયેલા મિસાઇલ એરસ્ટ્રાઇક્સ બાદ અમેરિકા-બ્રિટન-ફ્રાન્સની આક્રમક કાર્યવાહી વિરૂદ્ધ રશિયાએ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની તત્કાળ મીટિંગ બોલાવવાનું કહ્યું હતું. આ મીટિંગમાં રશિયાએ આ ત્રણેય દેશોને ઉપદ્રવી ગુંડાની સાથે સરખાવ્યા અને ઇન્ટરનેશનલ લૉનું ઉલ્લંઘન કર્યાના આરોપો લગાવ્યા હતા. ન્યૂયોર્કમાં મળેલી સિક્યોરિટી કાઉન્સિલની આ મીટિંગમાં રશિયન ડિપ્લોમેટ વસ્લી નેબેનિઝિયાએ મિસાઇલ એરસ્ટ્રાઇકને વખોડી હતી. રશિયાએ ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ હુમલાનો આરોપ સીરિયાની સ્થાનિક વોલેન્ટિયર ગ્રુપ વ્હાઇટ હેલમેટ્‌સ પર લગાવ્યો હતો. ઉપરાંત રશિયાએ યુએનએસસી મીટિંગમાં અમેરિકા અને તેના સાથે દેશોની ’આક્રમક’ કાર્યવાહી વિરૂદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે એક ક્ષણમાં જ ફગાવી દેવામાં આવ્યો. આ સિવાય, અમેરિકાએ રશિયાના ૭૧ મિસાઇલ તોડી પાડ્યાના દાવાની પણ મજાક ઉડાવી હતી.યુએનએસસીમાં રશિયાના પ્રસ્તાવ પર થયેલી મીટિંગમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્વીડન, કુવૈત, પોલેન્ડ અને આઇવરી કોસ્ટે રશિયાના પ્રસ્તાવ વિરૂદ્ધ વોટિંગ કર્યુ.સીરિયામાં ૭ એપ્રિલના રોજ ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેક બાદ છેલ્લા એક અઠવાડિયામાં યુએનમાં આ પાંચમી મીટિંગ હતી.મીટિંગમાં યુએસ, યુકે અને ફ્રાન્સે કહ્યું કે, તેઓએ સીરિયામાં કેમિકલ સાઇટને નિશાન બનાવી હતી, આ હત્યાકાંડને બશર અલ-અસદે પોતાના નાગરિકો વિરૂદ્ધ થવા દીધો હતો.આ વોટિંગમાં રશિયાની સાથ માત્ર ચીન અને બોલિવિયા જ હતું.અમેરિકન એમ્બેસેડર નિકી હેલીએ કહ્યું કે, અમેરિકા કેમિકલ વેપન્સનો ઉપયોગ બિલકુલ નહીં કરવા દે. હવે રશિયા સાથે વાતચીત કરવાનો સમય પુરો થઇ ગયો છે.જ્યારે રશિયાના એમ્બેસેડર કેરેન નામ્બેજિયાએ કહ્યું કે, સીરિયા પર અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનનો હુમલો વિશ્વ માટે યુએન અને ચાર્ટર માટે ખૂબ જ દુઃખદ દિવસ છે, તેઓએ સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કર્યુ છે. નામ્બેજિયાએ કહ્યું કે, આનાથી ખરાબ દિવસ કોઇ નહતો.

Related posts

हैरिस का ट्रंप पर तंज, कहा – ‘कोरोना वैक्सीन के लिए उनके भरोसे नहीं बैठ सकते’

editor

CAA-NRC is ‘internal matters’ of India : Sheikh Hasina

aapnugujarat

covid-19 पीड़ित महिलाएं शिशुओं को पिला सकती हैं दूध : WHO

editor

Leave a Comment

UA-96247877-1