Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાબુલમાં આતંકવાદી હુમલામાં ૨૯ લોકોના મોત

કાબુલના સરકારી પરિસરમાં થયેલ એક આતંકવાદીઓ હુમલામાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોત નિપજ્યા છે. આ આતંકીઓ દ્વારા કરવામાં આવેલ એક આત્મઘાતી અને બંદૂકધારી હુમલો હતો. ગૃહમંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યું કે લગભગ એક કલાક સુધી ચાલેલા આ હુમલામાં ૨૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તેમણે જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો સ્થાનીક નાગરીકો હતા. હજી સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી. જ્યાં હુમલો થયો હતો ત્યાં લોક નિર્માણ મંત્રાલય અને અન્ય સરકારી વિભાગોના કાર્યાલયો છે. અફઘાન પોલીસે ગોળીબારી કરનાર ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા છે. ઘટના સ્થળે હાજર પોલીસો ૩૫૦થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ગૃહમંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યું કે, ચોથો હુમલાખોર કાર બોમ્બ ધમકામાં માર્યો ગયો છે.

Related posts

ઇરાનને પહોંચી વળવા માટે તે અમેરિકાથી પણ ટકરાઇ શકે છે : ઇઝરાયેલ વડાપ્રધાન

editor

સિંધુ જળ સંધિ પર ભારત વિરુદ્ધ અભિયાન શરૂ કરશે પાકિસ્તાન : રિપોર્ટ

aapnugujarat

Covid-19 वैक्सीन अक्टूबर तक हो सकती है तैयार : Trump

editor

Leave a Comment

UA-96247877-1