Aapnu Gujarat
રાષ્ટ્રીય

નેપાળની આડોડાઈ, ડેમનું કામ અટકાવ્યું

ભારત અને નેપાળની સીમા પર ચાલી રહેલો વિવાદ હજી પણ યથાવત છે.નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી છે.નેપાળની નદીઓમાં આવતા પૂરના કારણે બિહારના પૂર્વી ચંપારણ્ય જિલ્લામાં દર વર્ષે તબાહી સર્જાતી હોય છે.જેને રોકવા માટે સરકારે બંધનુ નિર્માણ શરુ કર્યુ છે.જેને નેપાળે પોતાની જમીન બતાવીને બાંધકામ રોકાવી દીધુ છે.
નેપાળના સુરક્ષા દળોના જવાનોએ તેમજ નજીકના ગામના લોકોએ ભારતના સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે મારપીટ કરી હોવાના પણ અહેવાલો છે.૩૦ મેથી બંધનુ કામ રોકાઈ ચુક્યુ હોવાથી સરકારની સૂચના પ્રમાણે ભારત અને નેપાળની એક ટીમે વિવાદીત જગ્યાનો સર્વે કર્યો છે.જે નદી પર આ બંધ બંધાઈ રહ્યો છે તે નેપાળના પહાડી વિસ્તારોમાં થઈને બિહારમાંથી પસાર થાય છે.૨૦૧૭માં તેમાં વિનાશક પૂર આવ્યા બાદ અહીંયા બનાવાયેલા ડેમને ઉંચો કરવાનુ કામ શરુ કરવામાં આવ્યુ છે.
જોકે નેપાળે હવે આડાઈ કરીને ડેમના કેટલાક હિસ્સાનુ કામ રોકી દીધુ છે.

Related posts

કાશ્મીરમાં વધુ બે ત્રાસવાદી ઠાર

aapnugujarat

‘પાકિસ્તાન સાથે આરપારની લડાઈ કરી પીઓકે પરત મેળવે ભારત’ : રામદાસ આઠવલે

aapnugujarat

ભારતીય નૌકાદળે ૬૮ યુદ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1