Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં વધ્યું ચોમાસાનું જોર

હવામાનનો મિજાજ સતત પલટાઈ રહ્યો છે અને ચોમાસાએ દેશભરમાં પોતાની ગતિ પકડી લીધી છે. અનેક રાજ્યોમાં અત્યારથી જ ભારે વરસાદના કારણે સ્થિતિ ખૂબ બગડી ગઈ છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યો અને ખાસ કરીને હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે આંધી અને તોફાનની આશંકા વ્યક્ત કરી છે. આટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ આપી દેવાયું છે.ઉત્તરાખંડમાં વરસાદના કારણે અનેક વિસ્તારોની સ્થિતિ ખરાબ છે. ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન બાદ બદ્રીનાથ ધામ માર્ગ પણ બંધ કરી દેવાયો છે.આંધી-તોફાન વચ્ચે વરસાદ ભારતીય હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે હરિયાણાના કૈથલ, નરવાના, ઝજ્જર અને જિંદની આસપાસના ક્ષેત્રોમાં ગાજવીજ સાથે વરસાદનો અણસાર છે.હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદની સાથે આંધી અને તોફાનની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ તરફ યુપીના મથુરા, બરસાના, હાથરસ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.હવામાન વિભાગે કરેલા દાવા પ્રમાણે હરિયાણામાં વરસાદનો રેકોર્ડ તૂટી શકે છે.
આ વખતે પ્રદેશમાં પ્રી-મોનસૂનમાં પણ સરેરાશ કરતા ઘણો વધારે વરસાદ વરસ્યો છે. હરિયાણામાં જુલાઈ મહીનાના પહેલા રવિવારની શરૂઆત તોફાની વરસાદ સાથે જ થઈ હતી. હવામાન વિભાગે આ વખતે ચોમાસા દરમિયાન હરિયાણામાં સરેરાશ કરતા વધારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં છેલ્લા એક દશકાથી સરેરાશ કરતા ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે બિહારથી લઈને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત અને બિહારના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આંધી તોફાન સાથે વીજળીના કડાકા ભડાકાની આગાહી કરી હતી.

Related posts

કેટલાય ગઠબંધન બનાવશે તો પણ વિરોધી કુકર્મથી ભાગી શકશે નહીં : મોદી

aapnugujarat

કટ્ટરપંથીઓના બંધ વચ્ચે અમરનાથ શ્રદ્ધાળુ ફસાયા

aapnugujarat

કોંગ્રેસ જીતશે તો આસામમાં સીએએ લાગુ નહિ થાય : રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1