Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિવસેનાએ યોગી સરકાર પર નિશાન સાધ્યું કહ્યું લોહી થી ખરડાયેલું છે ઉત્તર પ્રદેશ

શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ સોમવારે કહ્યું કે કાનપુર એન્કાઉન્ટર, જેમાં આઠ પોલીસ જવાનો શહીદ થયા છે, એ ઘટના એ એન્કાઉન્ટર નિષ્ણાત ઉત્તર પ્રદેશ સરકારનો પર્દાફાશ કર્યો છે અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યમાં ગુંડાગીરી સમાપ્ત કરવાના દાવા પર સવાલ પેદા કરી દીધા છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ ના સંપાદકીયમાં જણાવાયું છે કે ઉત્તરપ્રદેશને ઘણીવાર ‘ઉત્તમ પ્રદેશ’ કહેવામાં આવે છે, ‘ઉત્તમ પ્રદેશ’ હવે પોલીસકર્મીઓના લોહીથી ખરડાયેલું છે, જે દેશ માટે એક મોટા આંચકરૂપ છે. કાનપુર નજીકના ગામમાં ગેંગસ્ટર્સ વિકાસ દુબેના કાર્યકરોએ ગોળીબાર કરી નાયબ પોલીસ અધિક્ષક સહિત આઠ પોલીસ કર્મચારીઓ ને મોત ને ઘાટ ઉતારી દીધા હતા.

આ કેસમાં વિકાસ દુબે નેપાળ ફરાર થઈ ગયો છે.તેવી આશંકા બાદ ઉત્તર પ્રદેશ પોલીસે ત્યાંની સીમા સીલ કરી દીધી હોવાના અહેવાલ સામે મળ્યા છે. જો કે, આવા કિસ્સાઓમાં ભારત-નેપાળ સરહદ હંમેશા ચિંતાનો વિષય બની છે. અત્યારે નેપાળ સાથેના આપણા સંબંધો પણ સારા નથી. આ સંદર્ભમાં, વિકાસ દુબે ભારત માટે ‘નેપાળનો દાઉદ’ સાબિત ન થાય! મુખપત્ર સામનાએ પણ આ ઘટનામાં શહીદ થયેલા પોલીસ જવાનોના પરિવારજનો વિશે ચિંતા વ્યક્ત કરી છે. શિવસેનાએ કહ્યું- કાનપુર ગોળીબારની ઘટનાના બીજા જ દિવસે હત્યાકાંડથી નારાજ થઈને વિકાસ દુબેનું આલીશાન ઘર જેસીબી વડે તોડી પડાયું હતું. એવું કહેવામાં આવતું હતું કે વિકાસ દુબેનું ઘર ‘ગેરકાયદેસર’ હતું. તેથી તે તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ ‘શહીદ’ થયેલા પોલીસકર્મીઓના ધ્વસ્ત થયેલા ઘરોનું શું? તેમની પત્નીઓ, માતાપિતા, બાળકો વિશે શું? આ ઘટના બાદ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, પરંતુ આખા દેશની જનતાએ આ સવાલ ઉભા કર્યા છે.

Related posts

મોદી સરકારને બોધપાઠ ભણાવવા સ્ટાલિનની ચેતવણી

aapnugujarat

રાહુલ કેરળની વાયનાડ સીટ પરથી પણ લડશે

aapnugujarat

વર્ષના અંતે ભારતને કોરોના વેક્સીન મળી શકે છે : ડો. હર્ષવર્ધન

editor

Leave a Comment

UA-96247877-1