Aapnu Gujarat
રાષ્ટ્રીય

વર્ષના અંતે ભારતને કોરોના વેક્સીન મળી શકે છે : ડો. હર્ષવર્ધન

દેશમાં ચિંતાજનક રીતે વધી રહેલો કોરોના સંક્રમણના કેસનો આંકડો હવે ૨૯ લાખને ઓળંગી ગયો છે એવામાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને દાવો કર્યો છે કે, દેશમાં બનેલી અને ટ્રાયલમાંથી પસાર થઇ રહેલી બે સ્વદેશી કોરોના વેક્સીન મહામારીના આ વર્ષના અંત સુધી દેશને મળી શકશે. તેમના દાવા મુજબ ભારત બાયોટેકે તૈયાર કરેલી વેક્સીન ર્ઝ્રદૃટ્ઠટૈહ આ વર્ષના અંતે ઉપલબ્ધ થઇ શકે છે અને આવતા વર્ષ ૨૦૨૧ના પહેલા ત્રિમાસિકમાં વેક્સીનનો કાર્યક્રમ શરુ થઇ શકશે.
હર્ષવર્ધનના કહેવા પ્રમાણે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા પહેલેથી જે ઓક્સફર્ડ યૂનિવર્સિટીની વેક્સીનનુ ઉત્પાદન કરી રહી છે જેથી તેને વહેલી તકે લોકો સુધી પહોંચાડી શકાય. જે વર્ષના અંત સુધી લોકો સુધી પહોંચે એવી સંભાવનાઓ છે.
હૈદરાબાદની ભારત બાયોટેકની ર્ઝ્રદૃટ્ઠટૈહ વેક્સીનનો ટ્રાયલ બે અઠવાડિયા પહેલા શરુ કરાયો હતો, આ વેક્સીન પણ વર્ષાંતે તૈયાર થાય એવી શક્યતાઓ છે. ઝાયડસ કેડિલાએ પણ તૈયાર કરેલી વેક્સીનનો ટ્રાયલ ચાલી રહ્યો છે. ડો. હર્ષવર્ધનનું કહેવુ છે કે વેક્સીનના ઉત્પાદન મુદ્દે ભારત વિશ્વમાં સૌથી આગળ છે, જે વિશ્વસ્તરે કુલ વેક્સીનનો બે-તૃંતીયાંશ ભાગ સપ્લાય કરે છે. તેમના મુજબ ભારતવાસીઓ માટે તૈયાર વૈક્સીન અન્ય દેશોની સરખામણીએ સસ્તી રહેશે.
જોકે હર્ષવર્ધને એમ પણ સ્પષ્ટતા કરી હતી કે વેક્સીન તૈયાર થતાની સાથે જ સૌ પહેલા હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને મળશે, જે પછી વૃદ્ધો અને ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓને પ્રાથમિકતાના ધોરણે વેક્સીન અપાશે. એ પછી જ દેશની કુલ વસ્તી માટે વેક્સીનેશન કાર્યક્રમ શરુ થશે.

Related posts

પુંચમાં આતંકીઓના બે અડ્ડાનો સફાયો : શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત

aapnugujarat

AIMIM ने बिहार की 50 विधानसभा सीटों पर चुनाव लड़ने का किया ऐलान

editor

વસતી નિયંત્રણ માટે કાયદો જરૂરી : ગિરીરાજ સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1