Aapnu Gujarat
રાષ્ટ્રીય

વસતી નિયંત્રણ માટે કાયદો જરૂરી : ગિરીરાજ સિંહ

મોદી સરકારના મંત્રી ગીરિરાજ સિંહે માંગણી કરી છે કે, ભારતમાં વસતી વધારા પર નિયંત્રણ માટે ચીન જેવો આકરો કાયદો લાવવાની જરુર છે. તેમણે આગળ કહ્યુ હતુ કે, ચીન જાે ૭૦ના દાયકામાં વસતી નિયંત્રણ માટે સખ્ત કાયદો ના લાવતુ આજે તે વિશ્વ સ્તરે વિકસિત ના થઈ શક્યુ હોત. આ કાયદો ના હોત તો આજે ચીનની જેટલી વસતી છે તેના કરતા ૬૦ કરોડ વધારે વસતી હોત. વસતી નિયંત્રણના કાયદાને રાજકીય ચશ્મા પહેરીને જાેવાની જરુર નથી. તેમણે કહ્યુ હતુ કે,ભારતમાં એવો કાયદો બનવો જાેઈએ જે તમામ ધર્મોના લોકો પર સમાન રીતે લાગુ થાય.
ગીરીરાજ સિંહ આચાર સંહિતાના ઉલ્લંઘનના કેસમાં હાજર થવા માટે બિહારના લકીસરાય ગયા હતા. જ્યાં તેમણે લાલુ પ્રસાદના હનુમાન ચાલીસાના નિવેદન પર પણ કહ્યુ હતુ કે, પહેલા લાલુ પ્રસાદે સાજા થવાની જરુર છે અને દેશ તોડવાનુ કામ લાલુ પ્રસાદ તથા તેમની પાર્ટીનુ છે. હનુમાન ચાલીસાની વાત ભારતમાં નહીં થાય તો શું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થશે? જયારે હિન્દુ શોભાયાત્રાઓ પર હુમલો થાય છે ત્યારે તો તેઓ કશું બોલતા નથી…તમામ માટે સમાન ન્યાય જાેવો હોય તો યુપીમાં યોગીજીની સરકારમાં જાેઈ લો..તેમણે મંદિરો અને મસ્જિદો બંનેમાં લાઉડ સ્પીકરના અવાજને ઓછો કર્યો છે. લાલુ પ્રસાદ પોતાના શાસનમાં આવુ ના કરી શક્યા હોત.

Related posts

મુલાયમસિંહની ઉંમર થઇ ગઇ,તેમને ખબર નથી રહેતી કે શું બોલે છે : રાબડી દેવી

aapnugujarat

પ્રાદેશિક પક્ષોમાં શિવસેનાને સૌથી વધુ દાન મળ્યું

aapnugujarat

નવી ટેક્સ વ્યવસ્થા માટેના તમામ નવ નિયમોને મંજુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1