Aapnu Gujarat
રમતગમત

જાપાનમાં ફૂટબૉલ અને બેઝબૉલ મેચ માટે દર્શકોને પરવાનગી મળતા પ્રશંસકો માં ભારે ઉત્સાહ

આ અઠવાડિયાથી શરૂ થતી જાપાનની વ્યાવસાયિક બેઝબોલ અને ફૂટબૉલ લીગ મેચોમાં દર્શકોને મંજૂરી આપવામાં આવશે. બંને લીગના વડાઓએ સોમવારે આ જાહેરાત કરી હતી. ફૂટબૉલ અને બેઝબૉલ ના અધિકારીઓએ કહ્યું કે ચાહકોને શુક્રવારે પહેલીવાર સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવશે. મહત્તમ 5000 દર્શકો અને દસ હજારથી ઓછી ક્ષમતાવાળા સ્ટેડિમ્સમાં ફક્ત 50 ટકા દર્શકોને જ મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે તેઓ 1 ઓગસ્ટથી 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવાની યોજના પર કામ કરી રહ્યા છે. જાપાની ફૂટબોલ લીગના વડા મિત્સુરુ મુરૈએ કહ્યું, “અમે આ વસ્તુ પર નજીકથી નિરીક્ષણ કરીશું અને જોશું કે તેમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યો છે કે કેમ.” જો કોઈ મોટો ફેરફાર ન થાય તો અમે મૂળ યોજના મુજબ આગળ વધીશું. “જાપાનમાં કોરોના વાયરસને કારણે લગભગ 1000 લોકોનાં મોત નીપજ્યાં છે અને તાજેતરમાં ટોક્યોમાં કેસોમાં વધારો થયો છે.

Related posts

कनेरिया के बयान ने पाकिस्तान का असली चेहरा दिखाया : गंभीर

aapnugujarat

સતત ૮ હાર સાથે MIની ટીમ IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો

aapnugujarat

आईपीएल दुनिया का सर्वश्रेष्ठ टूर्नामेंट : गांगुली

editor

Leave a Comment

UA-96247877-1