Aapnu Gujarat
રમતગમત

સતત ૮ હાર સાથે MIની ટીમ IPL ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. ટીમે અત્યાર સુધી ૮ મેચ રમી છે અને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. સતત ૮ હાર સાથે મુંબઈની ટીમ આઇપીએલે ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સતત ૮ મેચ હારનારી પ્રથમ ટીમ બની છે. અત્યાર સુધી કોઈપણ ટીમ સતત આટલી મેચો હારી નથી. આ પહેલા ૧૦ વખત આવું બન્યું છે, કોઈ ટીમ સતત ૭ મેચ હારી છે. જાે આપણે સતત સૌથી વધુ મેચ હારવાની વાત કરીએ તો આ મામલામાં પણ મુંબઈ ટોપ પર છે. મુંબઈ ઈન્ડિયન્સ પછી દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નંબર આવે છે, જેઓ સતત ૬ મેચ હારી ચૂક્યા છે. દિલ્હીએ ૨૦૧૩ની સિઝનમાં અને ૨૦૧૯ની સિઝનમાં બેંગ્લોરની ટીમે આ અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો.
રોહિતની કેપ્ટનશિપવાળી મુંબઈની ટીમે હવે ૬ વધુ મેચ રમવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

Related posts

टेस्ट रैंकिंग : कोहली को लगा बड़ा झटका, जो रूट पहुंचे टॉप 3 में

editor

PKL-7 : बंगाल ने गुजरात को 28-26 से हराया

aapnugujarat

बजरंग पुनिया को मिलेगा राजीव गांधी खेल रत्न अवॉर्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1