Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું કરાયુ આયોજન

વડનગરનો વારસો” ગુજરાત ટુરીઝમ,જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન સાયકલ કલ્બ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિવસે સવારે છ કલાકે શર્મિષ્ઠા તળવા ખાતે તરણ સ્પર્ધાનું આયોજન મહેસાણા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરનો વારસો શ્રુંખલા અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી પ્રસંગે વડગનર ખાતે 01 મે રવિવારના રોજ સવારે ૬ વાગ્યે વડનગર ના શર્મિષ્ઠા તળાવ માં તરણ સ્પર્ધા નું આયોજન કરેલ છે. શર્મિષ્ઠા તળાવમાં ખુલ્લા પાણી માં થનારી આ પ્રથમ સ્પર્ધા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અને વડનગર નો વારસો ના પ્રચાર-પ્રસાર સંદર્ભે તારીખ ૧ મે ના ગુજરાત સ્થાપના દિન ના દિવસે આ તરણ સ્પર્ધા નો હેતુ યુવાનોમાં સ્વિમિંગ ને પ્રોત્સાહન આપવા અને વડનગર જેવા ઐતિહાસીક સ્થળો એ ટુરીઝમ ને પણ પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. આ સ્પર્ધા નું આયોજન ગુજરાત ટુરીઝમ , મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડીયન સાયકલ કલબ મહેસાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાના આયોજન માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયા નો પણ સહયોગ લેવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં કુલ મળીને પાંચ લાખ નાં ઇનામો આપવામાં આવનાર છે. આ તરણ સ્પર્ધા માં ૪૦૦ મિટર , ૮૦૦ મિટર અને ૨૦૦૦ મિટર એમ ત્રણ કેટેગરી છે અને મહિલા અને પુરુષ વર્ગ માં ૧૮ વર્ષ થી નાના, ૧૮ થી ૩૯, ૪૦ થી ૫૯ અને ૬૦ વર્ષ થી ઉપરના સ્પર્ધકો ની અલગ કેટેગરી રાખવામાં આવેલ છે. સ્પર્ધકો ની કોઇ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી. આ ઉપરાંત સ્પર્ધાકોને રહેવા – જમવા – નાસ્તા ની વ્યવસ્થા અને સ્વિમિંગ કેપ નિશુલ્ક આપવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છેકે . દરેક કેટેગરીમાં પાંચ ઈનામો આપવામાં આવનાર છે., આ સ્પર્ધા માં અત્યાર સુધીમાં બોમ્બે તથા ગુજરાત નાં વિવિધ જીલ્લાઓ જેમકે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતમાં થી લગભગ ૨૫૦ રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે.સ્પર્ધકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Related posts

ભાવનગરમા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્વક ઈદની ઉજવણી

editor

પાંચ દિવસના મીની વેકેશનને પગલે પ્રવાસન સ્થળે ગુજરાતીઓનો ધસારો

aapnugujarat

દિગ્વિજય લાયન્સ ફાઉ. દ્વારા અદ્યતન સંકુલનું લોકાર્પણ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1