Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં ગુનાખોરી બેફામ : સામ-સામે ફાયરિંગથી ખળભળાટ

જામનગરમાં લાલપુર બાયપાસ રોડ પર નવી સોસાયટીના બાંધકામની સાઈટ પર આજે સવારે આહીર અગ્રણી અને બિલ્ડર પર અજાણ્યા સખ્સોએ ફાયરિગ કર્યાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે. જો કે આ બનાવમાં બિલ્ડર પર મિસ ફાયર થતા મોટી ઘટના સહેજમાં જ ટળી છે. બિલ્ડરે પણ પ્રતિકાર રૂપે પરવાના વાળી ગન થી સામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જામનગરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક મોટી ઘટનાનો ઉમેરો થયો છે. ગત વર્ષ સત્યમ કોલોની વિસ્તારમાં થયેલ બિલ્ડર લોબી સાથે સંકળાયેલ પ્રોફેસરની કાર પર થયેલ ફાયરીંગ બાદ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજે સવારે લાલપુર બાયપાસ નજીક ખાનગી ફાયરિગની ઘટના સામે આવી છે. શહેરના આહીર અગ્રણી અને બિલ્ડર ગીરીશ ડેર પોતાની ક્રિશ્ના પાર્ક સોસાયટીમાં પોતાની સાઈટ પર હતા ત્યારે વાહનમાં આવેલ અજાણ્યા સખ્સોએ બિલ્ડર પર ફાયરિગ કર્યું હતું.
જો કે આરોપીઓએ કરેલ ફાયરીંગમાં બિલ્ડરને એક પણ ગોળી વાગી નથી. અને સામસામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ઘટનાને પગલે આરોપીઓ તુરંત નાશી ગયા હતા. આ બનાવના પગલે એલસીબી, એસઓજી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કોઈ સખ્સોએ બિલ્ડરને ડરાવવા માટે જ ફાયરીંગ કર્યું છે. જો કે કોણ સખ્સો છે તેનો કોઈ તાગ મળી શક્યો નથી.
બીજી તરફ ગત વર્ષ પ્રોફેસેરની કાર પર જે ફાયરીંગ થયા હતા તે ક્રિષ્નાપાર્ક વાળી જગ્યાને લઈને જ કુખ્યાત જયેશ પટેલના ભાડુતી સખ્સોએ ફાયરીંગ કરાવ્યા હતા. આ ઘટનાના તાર જે તે ઘટના સાથે જોડાયેલ છે કે કેમ ? તે તરફ પણ પોલીસ તપાસ કરી રહી છે.

Related posts

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂત મેળવી રહ્યા છે મબલખ ઉત્પાદન સાથે સારો નફો

editor

વેરાવળમાં તા.૧૭મીએ ભગા બારડના ટેકામાં આહિર સમાજનું શકિત સંમેલન

aapnugujarat

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્રારા સંત શ્રી રોહિતદાસની 645 મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1