Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં બે કોવિડ હોસ્પિટલ બનશે : મુખ્યમંત્રી

કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી જેમાં કોરોનોના વધતા કેસનો કાબૂમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને લઈને ચાલતી કામગીરી કેવી રીતે સરળ કરી શકાય તે અંગે સુચનો કર્યા છે. આ સાથે વધુ ૨૦૦ વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે, જે આજે અથવા કાલે સુરત પહોંચી જશે જ્યારે શહેરમાં કોવિડ-૧૯ માટે કિડની હોસ્પિટલ અને સ્ટેમસેલ હોસ્પિટલ પાછળ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક દિવસથી સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં જૂન મહિનામાં કોરોનાના સંક્રમણને પ્રમાણમાં રોકી શક્યા છીએ. પહેલા સ્થિતી એવી હતી કે અમદાવાદમાં કોરોનાના કેસ અને મત્યુનું પ્રમાણ પણ વધતું હતું. જોકે, એક સ્ટ્રેટેજી બનાવી જે તે વિસ્તારમાં જઈને ત્યાંથી જ તેને રોકવામાં આવ્યો છે.
ધનવંતરી રથનો પ્રયોગ અમદાવાદમાં સફળ થયો છે. આજે જૂન મહિનામાં અમદાવાદમાં કેસ અને મત્યુનું પ્રમાણ ઘટ્યું અને સંક્રમણે રોકી શક્યા છીએ. થોડા દિવસથી સુરત અને અન્ય જિલ્લામાં કેસો વધ્યા છે. રાજ્ય સરકાર પહેલા દિવસથી સુરતની ચિંતા કરી રહી છે. સુરતમાં અગ્ર સચિવ સહિતના અધિકારીઓને મોકલ્યા છે જેથી સરકાર એક એક મિનિટે સુરતની ચિંતા કરી રહી છે. સંક્રમણને કેમ નિયત્રિત કરવું તે અંગે પુરા પ્રયત્ન કરાઈ રહ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અધિકારી, ધારાસભ્યો, ડોક્ટરો સાથે બેઠક કરી છે. સરકારે દરરોજ સાંજે છેલ્લા એક સપ્તાહથી વીડિયો કોન્ફરન્સથી સુરતના અધિકારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય કર્યા છે. આજે બેઠકમાં વિશ્લેષણ કરી અનેક નિર્ણયો કર્યા છે. સુરતની કિડની હોસ્પિટલ અને સ્ટેમસેલ હોસ્પિટલ ૧૦૦ કરોડનો ખર્ચો કરી કોવિડ હોસ્પિટલ બનાવાશે. જો ભવિષ્યમાં સુરતમાં કેસ વધે તો પુરતી સગવડતા બની રહે. કોઈ સરકાર, કોઈ રાજ્ય, કોઈ રાષ્ટ્ર આ કોરોનાની વિશ્વ વ્યાપી મહામારીને આડો હાથ દઈ શકે નહીં. જોકે, સરકારની જવાબદારી છે કે, કોરોનાના દર્દીને સારવાર મળે તે માટે દવા હોસ્પિટલ અને ડોક્ટરની વ્યવસ્થા કરવાની છે. ગુજરાતમાં આજે દર્દીને બેડ નથી એવી ક્યાંય ફરિયાદ ન આવવી જોઈએ તે માટે સરકાર કાર્યરત છે. સુરતમાં પણ સ્ટેમસેલ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે ૮થી ૧૦ દિવસમાં કાર્યરત કરાશે. મહિના દિવસ પછી કિડની હોસ્પિટલ પણ કોવિડ બનાવી કાર્યરત કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જે પોલિસી છે તે રીતે ખાનગી હોસ્પિટલોને પણ ૫૦ ટકા બેડ સરકારને આપવાની છે અને ૫૦ ટકા ખર્ચો સરકાર કરે છે એ પોલિસીના કારણે ખાનગી હોસ્પિટલો પણ આગળ આવી છે. રાજ્ય સરકારે સુરતમાં ૧૦૦થી વધુ ધનવંતરી રથ ૫૦૦થી વધુ જગ્યાએ ૧ કલાક અથવા ૨ કલાક ઉભા રહેશે. જેથી દરરોજ ૧૨થી ૧૫ હજાર દર્દીઓને દવા આપી કોરોનાને રોકી શકાશે. ૧૦૪ નંબર પર ડાઈલ કરશે અટલે બે કલાકમાં ડોક્ટર સાથે ગાડી જશે. તપાસ કરી જરૂર પડેશ તો હોસ્પિટલમાં ખસેડશે એવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે કોરોનાના પેશન્ટને મોબાઈલ છૂટ આપી છે. જેથી તેના સગાસંબંધી સાથે સંપર્ક કરી શકે. જે લોકોને તકલીફ હોય તે માટે નિર્ણય કર્યો છે. જેમાં એક કાઉન્ટર ઉભું કરવામાં આવશે. જેથી જે હેલ્થ વર્કર પાસે મોબાઈલ હશે તેનાથી દર્દીને વાત કરાવવામાં આવશે.બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે સુરતમાં જરૂરથી પણ વધુ બેડ ઉપલબ્ધ છે અને હજુ વધુ બેડ મળે તેના માટે પ્રયત્ન ચાલુ છે.
ધારાસભ્યોની માંગણી હતી કે દર્દીની સ્થિતી શું છે તેના સગાસંબંધીઓને વાત થઈ શકે તે માટે હોસ્પિટલની બહાર એક ડોમ બનાવી તેની વાત કરી શકે તેની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. અઠવાડિયામાં સાંસદ અને ધારાસભ્ય સાથે પાલિકા કમિશનર અને કલેક્ટર સાથે બેઠક કરવા સૂચના આપી છે. જેથી પ્રતિનિધીઓ પાસે આવતી ફરિયાદોનું નિરાકરણ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવતી માહિતી આપલે થાય તે અંગે સૂચના આપી છે.બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના માટેના જરૂરી ઇન્જેક્શન માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આ ઈન્જેક્શન આપણા દેશમાં બનતા નથી. બહારથી મંગાવવામાં પડે છે. ઓથોરિટી ડોક્ટર લખીને આપે તો પણ આ ઈન્જેક્શન રૂપિયા આપીને પણ મળી જાય એ માટે પણ રજૂઆત કરી હતી. સિવિલ કે સ્મીમેરમાં આ ઈન્જેક્શનની જરૂરિયાતમંદને મળે તે માટે પ્રયત્ન કર્યા છે.
મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરત પાલિકા કમિશર, વિવિધ ૧૨ ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન, સુપ્રીટેન્ડન્ટ, ડોક્ટરો પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ છે.

Related posts

विरमगाम : पतंग लूटने के चक्कर में दो भाईयों की मौत

editor

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ

aapnugujarat

ધનોલ ખાતે ફ્રોઝન સિમેન સેન્ટરનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1