Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઈ ઇકોરૈપનો ખુલાસો ભારતને આવનારા 2 વર્ષમાં ઉત્પાદન મક 438 અબજનું નુકસાન થઈ શકે છે

કોવિડ -19 ના કારણે ઉભા થયેલા આર્થિક સંકટને લીધે આગામી બે વર્ષમાં ભારતને ઉત્પાદનમાં 438 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.આ માહિતી એસબીઆઇ ઇકોરૈપના એક રિપોર્ટમાં અપાયો છે. રિપોર્ટમક જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) ના અંદાજ પર આધારિત છે, જેમાં જણાવ્યું છે કે 2020 માં તીવ્ર મંદી હશે અને 2021 માં ધીમી રિકવરી મળશે. અહેવાલમાં જણાવવા માં આવ્યું છે કે, “2020 માં વૈશ્વિક ઉત્પાદનમાં 4.9 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, જે પછી આંશિક રિકવરી મળશે અને વૃદ્ધિ દર ૨૦૨૧ માં 5.4 ટકા જેટલો થશે,” અહેવાલમાં જણાવાયું છે કે, “આ બધાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને બે વર્ષમાં આશરે 125 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે.” રિપોર્ટ મુજબ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો 3.5ટકા છે અને આગામી બે વર્ષ માં દેશના ઉત્પાદનમાં લગભગ 438 અબજ ડોલર જેટલું નુકસાન થશે.
વર્લ્ડ ઇકોનોમિક સીનિયોરિઓ (ડબ્લ્યુઇઓ) ના અંદાજ મુજબ આઇએમએફએ બુધવારે કહ્યું હતું કે લાંબા ગાળાના લોકડાઉન અને એપ્રિલમાં આશા કરતા ધીમી રિકવરી ને કારણે ભારતનું અર્થતંત્ર નબળું પડી શકે છે.આ મુજબ, નાણાકીય વર્ષ 2020 માં 4.2 ટકાના વિસ્તરણની તુલનામાં નાણાકીય વર્ષ 2021 માં દેશની અર્થવ્યવસ્થા સંકોચાઈ શકે છે.

Related posts

सोना-चांदी एक सप्ताह से ज्यादा के उच्चतम स्तर पर

aapnugujarat

चालू वित्त वर्ष में बंधन बैंक 187 नई शाखाएं खोलेगा

aapnugujarat

શેરબજારમાં માઇક્રો ડેટાના આંક વચ્ચે ઉથલપાથલના સ્પષ્ટ સંકેતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1