Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં માઇક્રો ડેટાના આંક વચ્ચે ઉથલપાથલના સ્પષ્ટ સંકેતો

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં કેટલાક પરિબળોની અસર બજારમાં સીધીરીતે રહી શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના છેલ્લા દિવસે શેરબજારમાં નકારાત્મક માહોલ રહ્યો હતો. આ સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો અથવા તો ૧.૧૪ ટકા સુધીનો સુધારો થયો હતો ત્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. નવા કરોબારી સત્રમાં નાણાંકીય નીતિ સમીક્ષા, માઇક્રો ડેટા, વૈશ્વિક પરિબળોની સીધી અસર થઇ શકે છે. મોતીલાલ ઓસ્વાલ સંસ્થાના અધિકારીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે. એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. બેંકિંગ સિસ્ટમ માટે પણ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ છે. આગામી સપ્તાહમાં અનેક માઇક્રો ઇકોનોમિક ડેટા જારી કરવામાં આવનાર છે જેના ભાગરુપે આવતીકાલે બીજી એપ્રિલના દિવસે ભારતના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ચાર મહિનાની નીચી સપાટીએ રહી હતી. મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ)માં ઘટાડો થતાં આ આંકડો જાન્યુઆરી મહિનામાં ૫૨.૪ ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૯૨.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત વેચવાલીની અસર હાલમાં રહી શકે છે. બેંકિંગ શેરોમાં ઉથલપાથલના લીધે નિફ્ટી ૫૦ આગામી સપ્તાહમાં ૧૦૨૩૦-૧૦૩૫૦ની રેંજમાં રહી શકે છે. આ સપ્તાહમાં ઓટોના શેરમાં તમામની નજર કેન્દ્રિત રહેશે. માસિક વેચાણના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. વાહનોના વેચાણના આંકડા જારી કરવામાં આવ્યા બાદ બજાર ઉપર તેની અસર જોવા મળી શકે છે. મારુતિ સુઝુકી, હુન્ડાઈ, તાતાના નવા મોડલો પણ લોંચ કરવામાં આવ્યા બાદ તેની અસર પણ રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં કેટલાક શેર ભૂમિકા ભજવી શકે છે. અંબુજા સિમેન્ટ સહિતના શેર બેંચમાર્ક ૫૦માંથી બીજી એપ્રિલથી બહાર થનાર છે. આની જગ્યાએ બજાજ ફાઈનસર્વ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી અને ટાઇટન લેશે. આ રિપ્લેશમેન્ટ નિફ્ટી ૫૦ ઇક્વલ વેટ ઇન્ડેક્સમાં લાગૂ થશે. ઉપરાંત ઇન્ડિયન ઓઇલ આગામી પાંચ વર્ષમાં ૧.૪૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ૨૦૩૦ સુધી કંપની પ્રતિરોજ ૩.૨ મિલિયન બેરલની વાર્ષિક ક્ષમતા ઉભી કરવા ઇચ્છુક છે. કંપની દ્વારા જુદા જુદા પાસા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત હાલમાં ૬૪.૫૭ બેરલ સુધી પહોંચી ગઇ છે. એફપીઆઈ અને ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવનાર મૂડીરોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ નવા સપ્તાહમાં રહેશે. હાલમાં પીએનબી કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ બેંકિંગ શેરોમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. શેરબજારમાં અન્ય એક જે મહત્વપૂર્ણ પરિબળની અસર રહેનાર છે તેમાં આરબીઆઈની એનપીસીની બેઠક પણ છે. આના આંકડા પાંચમી એપ્રિલના દિવસે જારી કરવામાં આવનાર છે. છેલ્લી મિટિંગમાં આરબીઆઈએ તમામ રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

Related posts

બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા પર સ્ટેનો સુપ્રીમનો ઇન્કાર

aapnugujarat

श्रीनगर में फिर बिगड़े हालात : स्कूल-कॉलेज के स्टूडेंट्‌स ने सुरक्षाकर्मियों पर की पत्थरबाजी

aapnugujarat

70 साल में सबसे खराब दौर में भारतीय अर्थव्यवस्था : नीति आयोग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1