Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૨ લાખ કરોડનું રોકાણ

સ્થાનીક શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)નું રોકાણ વર્ષ ૨૦૧૭-૧૮માં અડધાથી પણ ઓછું ૨૬૦૦૦ કરોડ રહી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકાણ ઘટાડી દેવામાં આવ્યું છે. બજાર સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારાની આશંકા તથા ભારતીય શેરબજારમાં ઉંચા મૂલ્યાંકનની અસર રોકાણકારોના મૂડીરોકાણ ઉપર પ્રતિકુળ અસર કરી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં શેરબજારમાં ૫૫૭૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જ્યારે આનાથી પહેલાના નાણાંકીય વર્ષમાં વિદેશી રોકાણકારોએ ૧૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારાની રકમ ઉપાડી લીધી હતી. ડિપોઝીટરીના નવેસરના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી રોકાણકારોએ વર્ષ ૨૦૧૭-૧૮ના બજારમાં સ્વતંત્રરીતે રોકાણ કર્યું હતું. આ સેક્શનમાં તેઓએ ૧.૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડેબ્ટ માર્કેટમાં જંગી રોકાણ દર્શાવે છે કે, આ ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. ૨૦૧૬-૧૭માં વિદેશી રોકાણકારોએ ૭૩૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ફંડ ઇન્ડિયાના પ્રમુખ વિદ્યા બાલાના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં શેરબજારમાં એફપીઆઈ રોકાણ પૂર્વ વર્ષની સરખામણીમાં ઓછા રહેવાની બાબત કોઇ હેરાન કરનાર બાબત નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, કેટલાક સેક્ટરોના પરિણામ સ્વરુપે સતત ઘટાડો થઇ રહ્યો છે. અમેરિકી વ્યાજદરોમાં અતિઝડપથી વધારો થવાના અંદાજના લીધે એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાં મૂડીરોકાણમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. એકંદરે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું જે ભારતીય મૂડી બજાર ઇક્વિટી અને ડેબ્ટ માટે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આંકડો સૌથી શ્રેષ્ઠ રહ્યો છે. તાજેતરના સમયમાં વિદેશી મૂડીરોકાણકારોએ વૈશ્વિક પરિબળોને પણ વિશેષરીતે ધ્યાનમાં લીધા છે. નવેમ્બર ૧૯૯૨માં બે દશક પહેલા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈને રોકાણ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ સૌથી જંગી રોકાણ થયું છે. ડેબ્ટ સિક્યુરીટીમાં સંયુક્ત આંકડો વધીને ૪.૨ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ડેબ્ટ અને ઇક્વિટી બંને માટેનો આંકડો ૧૩ લાખ કરોડની આસપાસનો પહોંચ્યો છે. આવનાર દિવસોમાં એફપીઆઈ રોકાણની દ્રષ્ટિએ ૨૦૧૮-૧૯માં ઇક્વિટી અને ડેબ્ટ મૂડી પ્રવાહમાં ઉતારચઢાવ રહેશે. આના માટે જે કારણો રહેલા છે તેમાં યુએસમાં ફેડરલ રેટમાં વધારો, ગ્લોબલ ટ્રેડ વોરને લઇને દહેશત, ભારતમાં ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી જેવા પરિબળોની અસરનો સમાવેશ થાય છે.

Related posts

કોંગી ઉમેદવારો સપા અને બસપાની તકલીફ વધારશે

aapnugujarat

માલ્યાનાં કિંગફિશર વિલા બાદ મુંબઈ ફાર્મહાઉસ પર ઈડીનો કબજો

aapnugujarat

मन की बात : १० बेटों के बराबर है एक बेटी : प्रधानमंत्री नरेंद्र मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1