Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની સાત કંપનીઓની મૂડી ૫૬૦૮૨ કરોડ વધી ગઇ

શેરબજારમાં છેલ્લા કારોબાર દરમિયાન છેલ્લા સપ્તાહના ગાળામાં ૧૦ ટોપની કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૬૦૮૨ કરોડનો વધારો થયો છે. એચડીએફસી બેંક અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આરઆઈએલ, આઈટીસી અને ઇન્ફોસીસ સિવાય બાકીની સાત બ્લુચીપ કંપનીઓની બુધવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન માર્કેટ મૂડીમાં વધારો થયો છે. ગુરુવાર અને શુક્રવારના દિવસે શેરબજારમાં મહાવીર જ્યંતિ અને ગુડફ્રાઇડેના પ્રસંગે રજા રહી હતી. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ૧૩૭૦૦.૧૧ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૪૯૦૮૪૮.૩૫ કરોડનો આંકડો થયો છે જ્યારે એસબીઆઈની માર્કેટ મૂડી ૧૩૭૭૯.૬૯ કરોડનો વધારો થતાં તેની રકમનો આંકડો ૨૧૫૮૮૭.૬૭ કરોડ નોંધાયો છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૭૮૨૮.૬૧ કરોડ વધીને ૨૮૯૧૫૯.૪૦ કરોડ રહી ગઈ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી વધીને ૨૬૭૭૩૮.૦૯ કરોડ થઇ છે. આવી જ રીતે એચડીએફસી અને ટીસીએસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૬૫૭૭.૮૧ કરોડ અને ૬૨૮૮.૪૩ કરોડનો વધારો થયો છે. ઓએનજીસીની માર્કેટ મૂડી પણ આ ગાળામાં વધીને ૨૮૮૧૭૪.૯૨ કરોડ થઇ છે. બુધવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૭૨૧૮.૫ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૨૪૭૭૬૫.૯૨ કરોડ થઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૬૩૬૬.૩૩ કરોડ ઘટીને ૫૫૯૨૨૨.૯૯ કરોડ થઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી આ ગાળામાં ઘટીને ૩૧૨૩૦૭.૯૧ કરોડ નોંધાઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોપ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ અને ટીસીએસ બીજા સ્થાન ઉપર છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો ઉછાળો નોંધાતા ૩૨૯૬૮ રહી છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમાં બુધવારે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને કારોબારના અંતે સેંસેક્સ ૨૦૬ પોઇન્ટ ઘટીને ૩૨૯૬૮ની સપાટીએ રહ્યો છે. બીએસઈ સેંસેક્સે ફરી એકવાર ૩૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૭૧ પોઇન્ટ ઘટીને ૧૦૧૧૩ની સપાટીએ રહ્યો હતો. ફાઈનાન્સિયલ વર્ષ ૨૦૧૭૧૮ માટે બુધવારે છેેલ્લો કારોબારી દિવસ હતો અને આજે વેચવાલીનું મોજુ રહ્યું હતું. સેક્ટરલ ઇન્ડેક્સ પૈકી નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા સ્ટીલ, શેઇલ, જિંદાલ સ્ટીલના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇક્વિટી માર્કેટમાંથી આવા જ રિટર્નની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Related posts

ભારતમાં ક્ષમતા છે : ૭.૩ ટકા વિકાસ દર થઇ શકે છે : વર્લ્ડ બેંક

aapnugujarat

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

editor

રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1