Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનાં નેતૃત્વમાં એમપીસી નિર્ણય કરે છે

ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ ૬.૨૫ ટકાના બદલે છ ટકા થઇ ગયો હતો.
સતત બીજી વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે.
છેલ્લી ફેબ્રુઆરીની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરીી ૬.૨૫ ટકા કરાયો હતો. એનપીસીએ ૨૫ બેઝિક પોઇન્ટનો રેટમાં ઘટાડો કરવા ૪-૨ની તરફેણમાં નિર્ણય લીધો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ દર ૫.૭૫ ટકા થયો છે.
કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૨૦ના જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકા આંકવામાં આવ્યો છે. સીપીઆઈ ફુગાવો ૨.૪ ટકા રહ્યો છે. ૨૦૧૮-૧૯ના ચોથા ત્રિમાસિક ગાળામાં સીપીઆઈ ફુગાવો વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ગાળામાં ૨.૯થી ૩ ટકા રહ્યો હતો. આજે એલએએફ હેઠળ પોલિસી રેપોરેટમાં ઘટાડો તાત્કાલિકરીતે અમલી કરવામાં આવ્યો છે. એમએસએફના દર અને બેંક રેટના દર ૬.૨૫ ટકાના દરે રહ્યા છે.
આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા આજે તેના પરિણામ ત્રણ દિવસની બેઠક બાદ જાહેર કર્યા હતા. મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં ૪-૨ની બહુમતિથી નિર્ણય આપ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિયાન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે.
આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે.
આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.આરબીઆઈએ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. રિવર્સ રેપોરેટ છ ટકાથી ઘટાડીને ૫.૭૫ ટકા કરી દેવામાં આવ્યો છે.
રિવર્સ રેપોરેટમાં કાપ મુકીને ૫.૭૫ ટકા કરવામાં આવ્યો છે. જીડીપી ગ્રોથની આગાહી વધારવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે જ્યારે રેપોરેટમાં ઘટાડો થયા છે ત્યારે લોન સસ્તી થાય છે. આવી સ્થિતિમાં લોન સસ્તી થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
વ્યાજદર ઘટશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું. છેલ્લી નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. તે પહેલા ડિસેમ્બરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં પણ વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતો. તે પહેલાપાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ઓગસ્ટમાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની પોલિસી સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી. આરબીઆઈની એમપીસીમાં કોણ કોણ સભ્યો છે તેને લઇને હંમેશા ચર્ચા થતી રહી છે. એમપીસીનું નેતૃત્વ આરબીઆના ગવર્નર શક્તિકાંત દાસ કરી રહ્યા છે. શક્તિકાંત દાસના નેતૃત્વમાં આરબીઆઈની બેઠક યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ નીતિ સમિતિમાં જે સભ્યો રહેલા છે તેમાં વિરલ આચાર્ય, ભારતીય સંસ્થાના પ્રોફેસર ચેતન ઘાટે, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકના પ્રોફેસર પામી દુઆ અને રવિન્દ્ર ધોળકિયાનો સમાવેશ થાય છે.
આ તમામ લોકો પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાપક વિચારણા બાદ નિર્ણય કરે છે. સર્વસંમતિથી તમામ નિર્ણય કરવામાં આવે છે. બેઠકમાં મૂલ્ય સ્થિરતાના પાસા ઉપર ચર્ચા કરવામાં આવીહતી. એમપીસીમાં સામેલ રહેલા સભ્યોના ઢોળકિયાની રજૂઆત પણ જોરદાર રહે છે. બેઠકમાં તમામ મુદ્દા પર ચર્ચા કરાઇ હતી.

Related posts

જજના નામો ફેરવિચારણા માટે મોકલવાનો સરકારને અધિકાર

aapnugujarat

प्रधानमंत्री मोदी पर विवादित टिप्पणी के मामले में मणिशंकर को क्लीन चिट

aapnugujarat

સેંસેક્સ ૩૧૧ પોઈન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1