ભારતમાંથી ફરાર થયા બાદ હાલમાં બ્રિટનમાં રહેલા શરાબ કારોબારી વિજય માલ્યા પર સકંજો વધુ મજબુત કરવામાં આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના રાયગઢ જિલ્લામાં ૧૦૦ કરોડની કિંમતના તેમના શી ફ્રન્ટ ફાર્મ હાઉસ પર ઇડી દ્વારા કબજો મેળવી લેવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોે આ મુજબની માહિતી આપી છે. આ ફાર્મ હાઉસ બીચ સાથેે ૧૭ એકર વિસ્તારમાં છે. ઇડીએ કહ્ય છે કે માન્ડવા ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેટ સાથે જોડાયેલી આ સંપત્તિ પર હાલમાં નિષ્ક્રિય થયેલી કિંગ ફિશર એરલાઇન્સનો કબજો છે. કિંગ ફિશર એરલાઇન્સ વિજય માલ્યાની માલિકીની છે. માલ્યા હાલમાં બ્રિટનમાં છે. મુંબઇની કોર્ટ દ્વારા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. ૨૫મી એપ્રિલના દિવસે ઇડીએ આ પ્રોપર્ટી ખાલી કરી દેવા માટે કંપનીને આદેશ કર્યો હતો. ૨૫ કરોડની રજિસ્ટ્રી સાથે આ પ્રોપર્ટી ખાલી કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. મોડેથી સંપત્તિ પર કબજો કરવા સાથે સંબંધિત આદેશને લઇને સમર્થન આપવામાં આવ્યુ હતુ. માનડાવ ફાર્મ્સ પ્રાઇવેટ લિમીટેડ ટ્રિબ્યુનલ સમક્ષ આ હિલચાલને પડકાર ફેંકીને રજૂઆત કરી હતી. સાથે સાથે સ્ટેની માંગ કરવામાં આવી હતી. આ માંગને ૧૬મી મેના દિવસે ફગાવી દેવામાં આવી હતી. આની સાથે જ સંપત્તિ પર કબજો કરી લેવાનો માર્ગ મોકલો થયો હતો. અત્રે નોંધનીય છે કે ગોવામાં લગ્ઝરી બીચફ્રન્ટ બંગલા પર કબજો કરવામાં આવ્યો હતો. ભારતીય બેંકો પાસેથી લેવામાં આવેલા માલ્યાના ૮૧૯૧ કરોડની વસુલી કરવા માટે મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. માર્ચ ૨૦૧૬માં માલ્યા બ્રિટન ફરાર થઇ ગયા હતા. ૧૮મી એપ્રિલના દિવસે લંડનમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે નવેસરની હિલચાલથી વધુ સંપત્તિની વસુલી કરવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. મુંબઈ સ્થિત બોલિવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા સચિન જોશીને આઠમી એપ્રિલના દિવસે ૭૩ કરોડ રૂપિયામાં લક્ઝુરીયસ બીચ ફ્રન્ટ બંગલો કિંગફિશર વિલાને વેચી દેવામાં આવ્યા બાદ આ હિલચાલ હાથ ધરાઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં બેંકોના કન્સોર્ટીયમ દ્વારા જંગી નાણાં આપવામાં આવ્યા બાદ વસુલીના હેતુસર આ સંપત્તિ હરાજી કરવામાં આવી હતી. બેંકોનું જંગી દેવું માલ્યા પર થયેલું છે. માલ્યા સામે જુદા જુદા મામલામાં તપાસ ચાલી રહી છે. માલ્યાને ભારત લાવવાના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.